મુંબઇ
ભાજપના એક કાર્યક્રમ દરમિયાન એક મહિલા પદાધિકારીએ એક વરિષ્ઠ મહિલા પદાધિકારીના કાન પર થપ્પડ મારી દીધી છે.જેની વિડીયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહી છે.કહેવાય છે કે આ વિડીયો મહારાષ્ટ્રના નાલાસોપારાની છે મળતી માહિતી અનુસાર ભાજપના એક કાર્યક્રમ દરમિયાન એક મહિલા પદાધિકારીએ એક વરિષ્ઠ મહિલા પદાધિકારીના કાન પર થપ્પડ મારી દીધી છે જેની વીડિયો સોશલ મીડિયા પર શેયર કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપ તરફથી નાલાસોપારામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન મહિલા મોરચાની ક્ષેત્રીય સચિવ આમ્રપાલી સાલ્વેની ઉપર મહિલા મોરચાની જીલાધ્યક્ષ પ્રજ્ઞા પાટિલ અચાનક નારાજ થઇ ગયા અને તેમને ગુસ્સો એટલો બેકાબુ થઇ ગયો અને તેને કાબુમાં રાખવો મુશ્કેલ થઇ ગયો આ ઘટનાથી ત્યાં હાજર ભાજપ કાર્યકરોમાં સનસનાટી મચી ગઇ હતી આ પુરી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ કરવામાં આવી હતી.વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે પ્રજ્ઞા પાટિલ આમ્રપાલી સાલ્વેની પાસે આવે છે અને તેમની સાથે ચર્ચા કરે છે અને ત્યારબાદ તેઓ થપ્પડ મારી દે છે. મહારાષ્ટ્ર ભાજપમાં આ મામલાને ઉઠાવવાની વાત સામે આવી છે જયારે સાલ્વેએ મહિલા ક્ષેત્રીય અધ્યક્ષથી ફરિયાદ કરી છે અને કહ્યું છે કે તેમને આશા છે કે તે ન્યાય અપાવશે આવું પહેલીવાર થયું નથી આ પહેલા પણ ભાજપના કાર્યક્રમમાં નેતાઓ પરસ્પર લડી પડયા હતાં એ યાદ રહે કે ગત વર્ષ સપ્ટેમ્બર મહીનામાં યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકના એક કાર્યક્રમમાં ભાજપના મોટા નેતાઓ પરસ્પર લડી પડયા હતાં અને હાથાપાઇ કરી હતી આ ઘટના જાૈનપુરની હતી પોલીસે ધટના પર મામલો શાંત કરાવ્યો હતો.
