મુંબઈ
મહારાષ્ટ્રના ભાયંદરની પશ્ચિમે ઉત્તન વિસ્તારમાં બીચ પર એક યુવતીનું માથા વિનાનું શરીર એક ટ્રાવેલ બેગમાંથી મળી આવ્યું હતું. બાળકીના શરીરના બે ભાગ કરવામાં આવ્યા હતા. પોલીસે શુક્રવારે સવારે ૮ઃ૦૦ વાગ્યે મૃતદેહ કબજે કર્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તનમાંથી મળેલી બાળકીનું ન માત્ર માથું કાપી નાખવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીરના પણ બે ટુકડા કરવામાં આવ્યા હતા. યુવતીના પગ બાંધેલા હતા. બેગમાં મેક-અપ કીટ અને હાથ પર ડમરુ ત્રિશુલ અને રક્ષા બાંધેલી હતી.ઉત્તનમાંથી મળી આવેલી ૨૦થી ૨૫ વર્ષની મહિલાનું માથું કાપી નાખવામાં આવ્યું હતું, તેની સાથે શરીરના બે ટુકડા કરવામાં આવ્યા હતા અને લાશને કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હતી.