મુંબઈ
મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રકાશમાં આવેલી એક ઘટનામાં, એક વ્યક્તિએ કથિત રીતે લોન ચૂકવવા માટે પોતાના જ અપહરણની ફિલ્મી સ્ટોરી બનાવી છે. બાંગુર નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું કે જિતેન્દ્ર જાેશી (૨૭) તરીકે ઓળખાતા આરોપીએ પોતાનું જ અપહરણ કરવાનું કાવતરૂ કર્યું હતું અને તેના પોતાના પિતા પાસેથી ૫ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જીૈં તાવડેએ જણાવ્યું કે આરોપીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અધિકારીએ જણાવ્યું કે આરોપીના પરિવારના એક સભ્યએ સવારે લગભગ ૨ વાગ્યે ફરિયાદ નોંધાવી કે કોઈએ ગોરેગાંવ વિસ્તારમાં જિતેન્દ્ર જાેશીનું અપહરણ કર્યું હતું અને ૫ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને એક વીડિયો મળ્યો જેમાં જીતેન્દ્ર જાેશીને બાંગુર નગર પોલીસ સ્ટેશનની હદમાં પાર્ક કરેલા ટેમ્પોમાં દોરડા વડે બાંધેલો જાેઈ શકાય છે.આ મામલાની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે જિતેન્દરે પોતાના એક મિત્રની મદદથી પોતાના પરિવારના સભ્યો પાસેથી પૈસા પડાવવા અને દેવું ચૂકવવા માટે બનાવટી અપહરણનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તપાસકર્તાઓને વધુ જાણવા મળ્યું કે જીતેન્દ્ર ડીમાર્ટ મોલમાં મેનેજર તરીકે કામ કરતો હતો, તેની માથે લાખોની લોન હતી. જેના કારણે આખરે તે પોતાના અપહરણનું નાટક રચે છે.પોલીસે કહ્યું કે જિતેન્દ્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે અમે જિતેન્દ્રની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટે તેને ૩ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.