Maharashtra

મુંબઈ ક્રાઈમ બ્રાંચે છોટા રાજનના ફાયનાન્સ હેન્ડલરને પકડી પાડ્યો

મુંબઇ
અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના ફાયનાન્સ હેન્ડલરના સૌથી નજીકના લોકોમાં એક સંતોષ મહાદેવ સાવંત ઉર્ફે અબુ સાવંતને કેન્દ્રીય એજન્સીઓ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કાર્યવાહી થકી ઝડપી પાડવામાં આવ્યો છે. સંતોષ મહાદેવ સાવંતને બાદમાં મુંબઈ લાવવામાં આવ્યો છે. સાવંત સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે સીબીઆઈમાં પણ કેસ છે, તેથી ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે સીબીઆઈ પહેલા સાવંતની કસ્ટડી લેશે. મળતી માહિતી મુજબ, સાવંત સિંગાપુરમાં રહેતો હતો, તે હોટલ બિઝનેસમેનના વેશમાં છોટા રાજન માટે કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, સાવંત લગભગ ૨૨ વર્ષથી રાજન ગેંગ સાથે સંકળાયેલા છે. સાવંત છોટા રાજનના સૌથી નજીકના માણસોમાંનો એક હતો, ડીકે રાવ પછી ગેંગમાં બીજા નંબરે હતો અને જ્યારે ૨૦૦૦માં છોટા રાજન પર હુમલો થયો હતો, ત્યારબાદ રવિ પૂજારી, હેમંત પૂજારી, બંટી પાંડે સંતોષ અને વિજય શેટ્ટી એજાઝ લકડા વાલા જેવા તેના નજીકના મિત્રો પણ તેનો સાથ છોડી દિધો.પરંતુ અંડરવર્લ્ડમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા સાવંત ડીકે રાવની સાથે રાજન સાથે ખભે ખભા મિલાવીને ઊભો હતા.ત્યાર પછી સાવંત ટૂંક સમયમાં રાજનની નજીકનો માણસ બની ગયો. જ્યારે ડીકે રાવ પાસે ગેંગ સંબંધિત ગુનાઓની ગતિવિધિઓ હાથ ધરવાનું કામ હતું,ત્યારે સાવંતે રાજનના કાળા નાણાના હિસાબો શોધવાનું શરૂ કર્યું. ખરેખર સાવંતના પિતા રિયલ એસ્ટેટમાં હતા. જેના કારણે તેને પોતાની પ્રોપર્ટી અંગે સારી એવી સમજ હતી. તેણે રાજન કંપનીના પ્રોપર્ટી ડીલિંગ અને ફાયનાન્સનો સંપૂર્ણ કબજાે લઈ લીધો હતો. વર્ષ ૨૦૦૦ માં, તેના પ્રત્યાર્પણ માટે કાગળની કાર્યવાહી શરૂ થઈ, તેની સામે રેડ કોર્નર નોટિસ પણ આવી. આવી સ્થિતિમાં, એક દાયકાની મહેનત પછી, તેને દેશનિકાલ કરવામાં આવ્યો છે, તેના પર ધમકી, ખંડણી જેવા આરોપ છે અને એમસીઓસીએ હેઠળ કેસ પણ છે. મુંબઈ સહિત દેશમાં ટાર્ગેટ નક્કી કરવા, તેમનો સંપર્ક કરવો, પ્રોટેક્શન મનીના નામે ધમકી આપવી અને ખંડણી વગેરે જવાબદારી સાવંતની હતી. સાવંત ગેંગના સભ્યો માટે જામીનની વ્યવસ્થા કરવા અને રાજનના રોકાણને સંભાળવાની જવાબદારી પણ સંભાળતા હતા. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર સાવંત દિલ્હી પહોંચ્યા કે તરત જ સીબીઆઈએ તેને કસ્ટડીમાં લઈ લીધો.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *