Maharashtra

રાખીએ નમાઝ પઢી, વિડીયો કર્યો શેર, ટ્રોલર્સે રાખીને લીધી આડે હાથ, ફરી ચર્ચામાં આવી રાખી

મુંબઈ
રાખી સાવંત ફરી એક વાર ચર્ચામાં આવી છે. રાખી સાવંતને દિવસેને દિવસે હંમેશા કંઇક એવું નવું કામ કરતી હોય છે જેના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આવી જ એક વાત છે..રાખ સાવંતે આ વખતે નમાઝ પઢતા ટ્રોલર્સે આડે હાથ લીધી છે. જાે કે થોડા દિવસો પહેલાં પતિ આદિલ ખાન પર અનેક પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા છે. રાખી પોતાને ન્યાય મળે એ માટે સતત પોલિસ સ્ટેશન અને કોર્ટના ચક્કર મારી રહી છે. આ માટે રાખી સતત પોતાના વિડીયો સોશિયલ મિડીયા એકાઉન્ટ પર શેર કરતી રહી છે. આ સાથે જ અનેક પ્રકારની અપડેટ પણ આપતી હોય છે. આ સાથે જ રાખી સાવંતે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં એ નમાઝ પઢતી જાેવા મળી રહી છે. રાખી સાવંત આ વિડીયોમાં બ્લેક આઉટફિટમાં જાેવા મળી રહી છે. એને કાળા સ્કાર્ફથી માથુ ઢાંક્યુ છે. રાખી એના બેડરૂમમાં છે અને નમાઝ પઢી રહી છે. નોંધનીય છે કે, રાખી આદિલ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી ચુકી છે. રાખી આ વિડીયોને લઇને ટ્રોલ થઇ છે. લોકો એના નમાઝ પઢવાની વાત પર અનેક પ્રકારની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. નમાઝ દરમિયાન એના મેક અપ અને નેઇલ પેઇન્ટને લઇને લોકોએ નિશાન સાધ્યું છે. રાખી સાવંતના નમાઝ પઢતા આ વિડીયો પર એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ કે..’નેલ પેન્ટ લગાવીને નમાઝ પઢવામાં આવતી નથી. સાચી રીતે નમાઝ પઢો તો સારું લાગે.’ આ સાથે જ બીજા એક યુઝર્સે લખ્યુ છે કે ‘નખ પોલિશ કરીને કોણ નમાઝ પઢે છે?’ આ સાથે જ બીજા એક યુઝર્સે લખ્યુ છે કે ‘બહેન ચોખ્ખુ તારા પરથી ખબર પડી રહી છે કે આ ખાલી દેખાડો છે.’ આ સાથે જ એક યુઝર્સે લખ્યુ છે કે..’ઇબાદત ખુદા માટે કરવામાં આવે છે..લાઇક્સ અને કોમેન્ટ માટે નહીં’. ઉલ્લેખનીય છે કે, ઘણી વાર રાખી સાવંત ટૂંકા કપડાને લઇને ચર્ચામાં રહે છે તો અનેક વાર કોઇને કોઇ નવા વિડીયો મુકીને ટ્રોલ થતી હોય છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *