Maharashtra

વરસાદે રેકોર્ડ તોડ્યો!.. મુંબઈમાં વરસેલા વરસાદે ૧૭વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

મુંબઇ
મુંબઈમાં ૧૬.૬ એમએમ વરસાદ નોંધાયો હતો, જે ૨૦૦૬ પછી માર્ચ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ છે. મહત્વનું છે કે ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. મુંબઈ સ્થિત વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યુ હતુ કે સાન્તાક્રુઝ વેધશાળામાં ૧૦ માર્ચ ૨૦૦૬ના રોજ ૧૧.૯ મીમી વરસાદ નોંધાયો હતો. તેમણે વધુમાં કહ્યું હતુ કે મંગળવારે છેલ્લા ૧૭ વર્ષમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. અગાઉ ૧૯૧૮માં,કોલાબા વેધશાળાએ મુંબઈમાં માર્ચ મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ એક દિવસનો ૩૪.૩ મીમી વરસાદ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં મુંબઈમાં વરસાદ ખૂબ જ સામાન્ય છે. આઇએમડીએ જણાવ્યું કે અરબી સમુદ્રમાંથી પશ્ચિમી પવન અને ભેજ આવવાને કારણે આ વરસાદ થયો છે. મંગળવારે મુંબઈના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. આ ઉપરાંત શહેરમાં ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. મુંબઈની સાથે થાણે, નવી મુંબઈ, રાયગઢમાં મધ્યમ વરસાદ જાેવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,મહારાષ્ટ્રના અહેરીમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. આઇએમડીના જણાવ્યા અનુસાર અહેરીમાં ૨૫ માર્ચ સુધી વરસાદ જાેવા મળશે. મુંબઈ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને લોકોને ગરમીમાં પણ રાહત મળી હતી. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં વરસાદને કારણે વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. જાે કે, આ કમોસમી વરસાદ અને કરા પડતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *