મુંબઇ
મોહન ભાગવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશને આ દિશામાં આગળ વધવાથી રોકવા માટે દેશ વિશે ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. આરએસએસના વડાએ કહ્યું કે આગામી ૨૦-૩૦ વર્ષમાં આપણે વિશ્વગુરુ બની જઈશું. આ પછી તર્કના આધારે કોઈ આપણી સાથે સ્પર્ધા કરી શકશે નહીં. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, ૧૮૫૭ પછી દેશ વિશે વિવિધ પ્રકારની ગેરસમજાે ફેલાવવામાં આવી હતી. પરંતુ સ્વામી વિવેકાનંદે આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આરએસએસ વડાએ વધુમાં કહ્યું કે ભારતે તાજેતરના સમયમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. પરંતુ વૈશ્વિક સ્તરે કેટલાક લોકો દ્વારા ખરાબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ પ્રચારનો સામનો કરવા માટે વિશ્વમાં કેટલાક સારા લોકોને આપણી તરફ લાવવા જરૂરી છે. કેટલીક ગેરમાન્યતાઓ આપણી અને દેશની પ્રગતિને ધીમી કરવા માટે ફેલાવવામાં આવી રહી છે. હાલ જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આ દિવસોમાં ખૂબ જ સક્રિય છે. ત્યારે દરરોજ કોઈને કોઈ મુદ્દા પર પોતાની વાત કહેતા રહે છે ત્યારે તેમણે દેશને લઈ મહત્વની વાત કરી હતી. તાજેતરમાં, તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલા વિશે ઘણું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ભાગલાને યોગ્ય નથી માનતા. આ સાથે, સર્જિકલ સ્ટ્રાઈકની વાત આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત જાણે છે કે, સંરક્ષણ માટે કેવી રીતે યોગ્ય જવાબ આપવો.આ અગાઉ એક સભામાં ભારત વિશે સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતનો ઉદય ત્યારે થયો જ્યારે આપણે વિશ્વ કલ્યાણના માર્ગ પર ચાલ્યા. તેમણે કહ્યું કે ભારત એ દેશ છે જે વિશ્વને ધર્મ સાથે જાેડે છે અને ભારત એ તત્વ છે જે માણસને પ્રકૃતિ સાથે જાેડે છે. વિશ્વ સંઘ શિક્ષા વર્ગમાં પોતાના ભાષણમાં વિદેશી ભારતીયોના મહત્વ પર ભાર મૂક્યો છે.