નાગપુર- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ૪૧ વર્ષના એક વ્યક્તિએ મહિલા મિત્રની દારૂ પાર્ટી દરમિયાન વિયાગ્રાની ૨ ટેબલેટ ખાઈ લીધી. જેના કારણે તેમનું મોત નિપજ્યું. તેમના મગજમાં લોહીની ૩૦૦ ગ્રામ જેટલી ગાંઠ જામી ગઈ. જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિનમાં પલ્બિશ થયેલા એક સ્ટડીમાં આ કેસને દુર્લભ કેસ ગણવામાં આવ્યો છે. એમ્સના છ ડોક્ટરોએ આ કેસ પર સ્ટડી ૨૦૨૨માં સપ્ટેમ્બરમાં જમા કર્યો હતો જે આ અઠવાડિયે ઓનલાઈન પબ્લિશ થયો છે. રિપોર્ટ મુજબ ૪૧ વર્ષનો આ વ્યક્તિ તેની મિત્રને મળવા માટે હોટલમાં ગયો હતો. જ્યાં તેણે દારૂ પીધો. ત્યારબાદ સિલ્ડેનાફિલની બે ૫૦ એમજીવાળી ટેબલેટ ખાધી. આ કોમ્પોઝિશન વિયાગ્રાના નામથી બજારમાં વેચાય છે. આ દવાનો ખાનારી વ્યક્તિની કોઈ મેડિકલ કે સર્જિકલ હિલ્ટ્રી નહતી. બીજા દિવસે સવારે આ વ્યક્તિની તબિયત બગડવા લાગી હતી. તેને ઉલ્ટી થવા લાગી. મહિલા મિત્રએ તેને ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું પરંતુ તેણે એમ કહીને ટાળ્યું કે આવું તેની સાથે પહેલા પણ થયું હતું. થોડીવાર બાદ તેની તબિયત વધુ બગડી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવાયો તો ફરજ પર હાજર ડોકટરે મૃત જાહેર કર્યો. ડોક્ટરોના જણાવ્યાં મુજબ વ્યક્તિનું મોત સેરીબ્રોવાસ્ક્યુલર હેમરેજના કારણે થયું. તેના મગજ સુધી ઓક્સિજન પહોંચી શક્યો નહીં. તેના મગજમાં લોહીની ૩૦૦ ગ્રાજ જેટલું ક્લોટિંગ જાેવા મળ્યું. ડોક્ટરોનું કહેવું છે કે હાઈ બ્લડ પ્રેશરના કારણે આલ્કોહોલ અને દવાના મિશ્રણના કારણે વ્યક્તિનું મોત નિપજ્યું. ડોક્ટરોએ આ કેસને દુર્લભ કેસ ગણાવ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે ઈરેક્ટાઈલ ડિસ્ફેંક્શનની દવા ડોક્ટરની સલાહ વગર લેવી જાેઈએ નહીં. જાે દવા લીધા બાદ બેચેની, ચેસ્ટ પેન, વધુ પરસેવો જેવા લક્ષણો જાેવા મળે તો તત્કાળ ડોક્ટર પાસે જવું જાેઈએ.