Maharashtra

શિરડીનું સાંઈબાબાનું મંદિર ૧ મેથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે

મુંબઇ
મહારાષ્ટ્રમાં શિરડીના સાઈબાબાના મંદિરમાં સીઆઇએસએફની તૈનાતીનો વિરોધ થઈ રહ્યો છે. શિરડીના ગ્રામીણ સીઆઇએસએફની તૈનાતીનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવું એલાન કરાયું છે કે પહેલી મેથી શિરડીના સાંઈબાબાનું મંદિર બંધ રહેશે. શિરડીમાં ૧ મેથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. અત્રે જણાવવાનું કે દેશ દુનિયાના કરોડો લોકોને સાંઈબાબામાં શ્રદ્ધા છે. સાંઈનું સૌથી પ્રસિદ્ધ મંદિર શિરડીવાળું મનાય છે. શિરડીના સાંઈ મંદિરમાં શ્રદ્ધાળુઓ ખુબ દાન પણ કરે છે. આ મંદિરમાં આવતું દાન ચર્ચાનો વિષય બને છે. આવામાં પહેલી મેથી શિરડીના સાંઈ મંદિરને બંધ કરવાની જાહેરાત શ્રદ્ધાળુઓને હેરાન કરનારી છે. પરંતુ હવે મહારાષ્ટ્રના પ્રમુખ ધાર્મિક સ્થળ શિરડીના સાંઈ મંદિરમાં બંધનું આહ્વાન કરાયું છે. સાંઈબાબા મંદિરની સિક્યુરિટી માટે સીઆઇએસએફની તૈનાતીના સરકારના ર્નિણય વિરુદધ અનિશ્ચિતકાળ માટે બંધનું આહ્વાન કરાયું છે. શિરડીના સાંઈ મંદિરના પ્રશાસનને સીઆઇએસએફની તૈનાતી સામે વિરોધ છે. નોંધનીય છે કે અહમદનગરના શિરડીમાં બનેલું સાંઈબાબાનું મંદિર ભારત બહાર પણ એટલું જ પ્રસિદ્ધ છે. દેશ વિદેશથી લોકો અહીં સાઈબાબાના દર્શન માટે આવે છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિરડીના સાંઈ મંદિરમાં પહોંચે છે. શિરડીનું સાંઈ મંદિર અહમદનગર-મનમાડ હાઈવે પર આવેલું છે. અત્રે જણાવવાનું કે અહીં સીઆઇએસએફ તમામ ઔદ્યોગિત પ્રતિષ્ઠાનો, મેટ્રો સ્ટેશન, અને એરપોર્ટની સુરક્ષા કરે છે. પરંતુ શિરડીમાં રહેતા લોકો મંદિરમાં સીઆઇએસએફની તૈનાતીથી ખુશ નથી.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *