Maharashtra

શું આ છે રાખી સાવંતેનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો!

મુંબઈ
ડ્રામા ક્વિન રાખી સાવંતની લાઈફમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આદિલ દુર્રાની જેલની હવા ખાઈ રહ્યો છે તો રાખી સાવંત આદિલને પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ બધી બબાલ વચચે રાખી સાવંત આદિલના ઘરે એટલે તેની સાસરી પહોંચી હતી. રાખીએ સાસરીમાંથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણી કહી રહી છે કે, તેના આવવાની ખબર જાણીને તેના સાસુ-સસરા ભાગી ગયા છે. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે રાખી સાવંત ડાર્ક ગ્રીન રંગની સાડી અને તેના પર બ્રાઉન રંગનું લાંબુ શ્રગ પહેરીને મૈસુરમાં આદિલના ઘરે પહોંચી હતી. આ વીડિયોમાં રાખી સાવંત પૈપરાઝીને કહી રહી છે કે ‘આ મરાા સાસુ-સસરાનું ઘર છે. હું તેમને મળવા આવી છું.’ રાખી સાવંત જેવી ઘરના મુખ્ય દરવાજા પર પહોંચે છે તે તેણીને ઘરે મોટું તાળું દરવાજે લટકતું જાેવા મળે છે. રાખી સાવંત કેમેરા સામે કહી રહી છે કે, ‘હું મારા સાસુ સસરાને મળવા આવી છું પરંતુ ઘર પર તાળું લાગેલું છે. સવારે મેં તેમને કૉલ કર્યો હતો. તેમણે મને ખૂબ જ ઠપકો આપ્યો અને દેખો હવે મારા સાસુ-સસરા તાળુ લગાવીને ભાગી ગયાં છે.’ આ સાથે રાખી સાવંતે કહ્યુ કે, ‘જ્યારે મેં તેમને કૉલ કર્યો તો તેમણે કહ્યુ કે ના તો તને અને ના તમારા આ લગ્નનો સ્વીકાર કર્યો છે.’ ડ્રાઈવર છે આદિલ દુર્રાની?.. તે જાણો.. આ સિવાય રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત કારમાં બેસીને રડતી જાેવા મળી રહી છે. તેમજ તેની પાસે એક મહિલા બેઠેલી છે. રાખી સાવંત વીડિયોમાં કહી રહી છે કે- ‘મને નહતી ખબર કે તે એક ડ્રાઈવર છે અને મૈસુરની ઝૂંપડપટ્ટીમાં રહે છે. હવે અબ્બાસજીનો કૉલ આવ્યો તો તેમણે કહ્યુ કે તે તેમનો ડ્રાઈવર હતો.’

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *