Maharashtra

સપ્તાહ દરમિયાન ગોલ્ડ-ગિનીનો વાયદો રૂ.656 ગબડ્યોઃ ચાંદીનો વાયદો રૂ.779 નરમ

ક્રૂડ તેલ, કોટન-ખાંડીના વાયદાઓમાં તેજીનો માહોલઃ મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસમાં સુધારોઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.65324 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.238944 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદાઓમાં રૂ.183 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 33,63,791 સોદાઓમાં કુલ રૂ.3,04,450.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.65,324.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,38,943.8 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 5,58,510 સોદાઓમાં કુલ રૂ.37,208.39 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,760ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,999 અને નીચામાં રૂ.56,470ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.102 ઘટી રૂ.56,750ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.656 ઘટી રૂ.45,129 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.5,577ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,740ના ભાવે ખૂલી, રૂ.118 ઘટી રૂ.56,679ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.66,755ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.67,169 અને નીચામાં રૂ.65,660ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.779 ઘટી રૂ.66,251ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.778 ઘટી રૂ.66,456 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.789 ઘટી રૂ.66,449 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 59,832 સોદાઓમાં રૂ.10,279.02 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.5.35 ઘટી રૂ.213.75 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.85 ઘટી રૂ.275ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.25 વધી રૂ.778.15 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 3,53,774 સોદાઓમાં કુલ રૂ.17,755.92 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,436ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,657 અને નીચામાં રૂ.6,400ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.144 વધી રૂ.6,566 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.50 વધી રૂ.213.60 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 639 સોદાઓમાં રૂ.80.98 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,580 અને નીચામાં રૂ.62,920ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.640 વધી રૂ.64,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.10 ઘટી રૂ.993.60 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.16,974.47 કરોડનાં 29,928.760 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.20,233.92 કરોડનાં 3,034.796 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.9,665.32 કરોડનાં 1,47,53,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.8,091 કરોડનાં 38,78,52,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં રૂ.63.57 કરોડનાં 9,984 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.17.41 કરોડનાં 174.24 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,698.493 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 881.280 ટન, ક્રૂડ તેલમાં 7,47,700 બેરલ અને નેચરલ ગેસમાં 5,01,70,000 એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 5040 ખાંડી, મેન્થા તેલમાં 415.8 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.182.63 કરોડનાં 2,362 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,485ના સ્તરે ખૂલી, 92 પોઈન્ટ ઘટી 15,460ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.2,38,943.80 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,047.40 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,566.67 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,18,728.28 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13,598.76 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *