Maharashtra

સમ્મેદ શિખરજીમાં પ્રવાસન પર જૈનોમાં આક્રોશ, મહારાષ્ટ્ર જૈન મહાસંઘે રેલી કાઢી

મુંબઇ
જૈન સમુદાયના લોકોએ તેમના તીર્થસ્થળ સમ્મેદ શિખર જીને પ્રવાસન સ્થળ બનાવવા સામે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વિરોધ કૂચ કાઢી હતી. જૈન મહાસંઘની માંગ છે કે ઝારખંડમાં પારસનાથ ટેકરી પર સ્થિત ‘શ્રી સમેદ શિખર જી’ જૈનો માટે ખૂબ જ પવિત્ર ભૂમિ છે. તેને તીર્થસ્થાન તરીકે જાળવવું જાેઈએ. પરંતુ ઝારખંડ સરકારે તેને પર્યટન સ્થળ બનાવવાનો ર્નિણય લીધો છે. જૈન સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. આ ર્નિણયના વિરોધમાં મોટી સંખ્યામાં જૈન મહાસંઘ મેટ્રો સિનેમાથી આઝાદ મેદાન સુધી વિરોધ કૂચ કરી છે. દરમિયાન મુંબઈ પોલીસે જૈન મહાસંઘની વિરોધ કૂચને અટકાવી દીધી છે. જૈન મહાસંઘ સાથે સંકળાયેલા અધિકારીઓ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. જૈન સમુદાયના લોકોની માંગ છે કે ઝારખંડ સરકાર પોતાનો ર્નિણય પાછો ખેંચે. તેઓ કહે છે કે આ સ્થાન તેમના ૨૪માંથી ૨૪ તીર્થંકરોની પવિત્ર ભૂમિ રહી છે. આવી સ્થિતિમાં આ જમીનનું કુદરતી સ્વરૂપ જાળવી રાખવું જાેઈએ. જાે તેને પર્યટન સ્થળ બનાવવામાં આવશે તો અહીં ભીડ વધશે, હોટેલો ખુલશે, રેસ્ટોરાં ખુલશે. જેના કારણે આ જગ્યાની પવિત્રતા ભંગ થશે, આ સ્થળ પ્રદુષિત થશે અને તેનું પ્રાકૃતિક સ્વરૂપ અકબંધ રહી શકશે નહીં. ઝારખંડ સરકારે તેને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દેશભરમાં જૈન સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો છે. જૈન સમાજના લોકો કહે છે કે તેઓ પોતાનો જીવ આપી દેશે, પરંતુ ‘શ્રી સમેદ શિખર જી’ને પ્રવાસન સ્થળ નહીં બનવા દે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના જૈન મુનિઓએ જૈન સમાજના લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે તેમની માંગણીઓ કરે, કોઈ પણ પ્રકારની ખલેલ, ઉપદ્રવ કે નાસભાગ ન થાય. પ્રદર્શનકર્તાઓનું એમ પણ કહેવું છે કે જૈન સમુદાય શાંતિ સ્થાપક રહ્યો છે. આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલશે, પરંતુ તે મજબૂત રહેશે. જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી રોકાશે નહીં કે ઝુકશે નહીં. જ્યારે પત્રકારોએ મુંબઈના પ્રદર્શનકારીઓને પૂછ્યું કે, જાે ઝારખંડ સરકાર તમારી માંગણીઓ નહીં સ્વીકારે તો આગળનું પગલું શું હશે? આના પર જૈન સમાજના દેખાવકારોએ કહ્યું કે ઝારખંડ સરકારને ઝુકવું પડશે. જ્યાં સુધી સરકાર પોતાનો ર્નિણય રદ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *