Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં રૂ.303નો ઉછાળો

કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.800ની વૃદ્ધિઃ નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.96,371.04 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1,73,575.97 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.223 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 35,74,227 સોદાઓમાં કુલ રૂ.2,70,169.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.96,371.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,73,575.97 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,49,147 સોદાઓમાં રૂ.62,108.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,490ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,975 અને નીચામાં રૂ.58,405ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.249 ઘટી રૂ.59,316ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.681 વધી રૂ.47,755 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.5,876ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.59,389ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.70,093ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,100 અને નીચામાં રૂ.69,555ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,562 વધી રૂ.71,774ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,543 વધી રૂ.71,665 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,550 વધી રૂ.71,676 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 89,945 સોદાઓમાં રૂ.11,827.09 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.785.70ના ભાવે ખૂલી, રૂ.5.35 વધી રૂ.788.80 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.2.95 વધી રૂ.206.80 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.3.05 વધી રૂ.207.25 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.180.50 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.90 વધી રૂ.258.80 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,12,622 સોદાઓમાં રૂ.22,321.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,755ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,129 અને નીચામાં રૂ.5,537ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.303 વધી રૂ.6,093 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.305 વધી રૂ.6,097 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.192ના ભાવે ખૂલી, રૂ.16.40 ઘટી રૂ.175.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 16.5 ઘટી 175.9 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.114.37 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.61,040ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,400 અને નીચામાં રૂ.60,360ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.800 વધી રૂ.62,160ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.90 વધી રૂ.1,000 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.33,706.42 કરોડનાં 56,852.237 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.28,402.13 કરોડનાં 4,019.109 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,871.15 કરોડનાં 20,149,490 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.10,449.88 કરોડનાં 569,216,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,831.37 કરોડનાં 88,767 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.317.32 કરોડનાં 17,410 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,777.71 કરોડનાં 87,163 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,900.69 કરોડનાં 112,934 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.78.90 કરોડનાં 12,912 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.35.47 કરોડનાં 353.52 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 21,425.510 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 785.617 ટન, તાંબાના વાયદાઓમાં 10,605 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 17,432 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,562 ટન તથા જસત અને જસત-મિનીમાં 14,791 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 792,970 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 62,816,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 12,144 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 340.2 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.222.87 કરોડનાં 2767 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 445 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,182 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,319 અને નીચામાં 15,927 બોલાઈ, 392 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 6 પોઈન્ટ વધી 16,188 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.173575.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.29053.98 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4062.07 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.126841.49 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13613.63 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.330.29 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.120.40ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.136.80 અને નીચામાં રૂ.71.20ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.32.60 ઘટી રૂ.89.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.210 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10 ખૂલી, ઉપરમાં રૂ.10.50 અને નીચામાં રૂ.8.40 રહી, અંતે રૂ.0.45 વધી રૂ.9.80 થયો હતો.

સોનું માર્ચ રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.165ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.520 અને નીચામાં રૂ.161ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.326 વધી રૂ.439 થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.160 ખૂલી, ઊપરમાં રૂ.473 અને નીચામાં રૂ.150 રહી, અંતે રૂ.293.50 વધી રૂ.407.50 થયો હતો.

ચાંદી એપ્રિલ રૂ.65,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,122.50ના ભાવે ખૂલી, રૂ.406 વધી રૂ.1,376.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.64,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,650ના ભાવે ખૂલી, રૂ.502 વધી રૂ.1,715.50 થયો હતો. તાંબુ માર્ચ રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.32 ઘટી રૂ.10.32 જસત માર્ચ રૂ.270 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.07 ઘટી રૂ.0.90 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.78ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.143.70 અને નીચામાં રૂ.66.60ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.34.50 વધી રૂ.117.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.40 ખૂલી, ઉપરમાં રૂ.12.20 અને નીચામાં રૂ.9.30 રહી, અંતે રૂ.0.55 ઘટી રૂ.10.75 થયો હતો.

સોનું માર્ચ રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.195ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.250 અને નીચામાં રૂ.143ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.99 ઘટી રૂ.187.50 થયો હતો, જ્યારે સોનું-મિની માર્ચ રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.331.50 ખૂલી, ઊપરમાં રૂ.331.50 અને નીચામાં રૂ.169 રહી, અંતે રૂ.135 ઘટી રૂ.214.50 થયો હતો.

ચાંદી એપ્રિલ રૂ.64,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,945.50ના ભાવે ખૂલી, રૂ.410 ઘટી રૂ.1,915.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.64,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,850ના ભાવે ખૂલી, રૂ.405 ઘટી રૂ.1,600 થયો હતો. તાંબુ માર્ચ રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.86 ઘટી રૂ.6.20 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *