મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,487 સોદાઓમાં કુલ રૂ.32,533.76 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,054.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
24462.8 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,303 સોદાઓમાં રૂ.4,839.4 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,977ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,996 અને નીચામાં રૂ.59,751ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.64 ઘટી રૂ.59,921ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.48,185
અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 વધી રૂ.5,985ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10
ગ્રામદીઠ રૂ.36 ઘટી રૂ.59,866ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,883ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.72,242 અને નીચામાં રૂ.71,530ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.163 વધી
રૂ.72,119ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.144 વધી રૂ.72,164 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.148 વધી રૂ.72,150 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,773 સોદાઓમાં રૂ.1,412.75 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જૂન વાયદો રૂ.720.65ના ભાવે ખૂલી, રૂ.3.20 વધી રૂ.725.65 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.20
વધી રૂ.204.30 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.3.35
વધી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી
રૂ.204.60 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.183.25 જસત-મિની જૂન વાયદો રૂ.3.15 વધી રૂ.214.10
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 50,280 સોદાઓમાં રૂ.1,775.15 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,918ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,007 અને
નીચામાં રૂ.5,871ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.55 વધી રૂ.5,994 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની
જૂન વાયદો રૂ.53 વધી રૂ.5,991 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.187ના ભાવે
ખૂલી, રૂ.2 વધી રૂ.188.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.1 વધી 188.6 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.26.73 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,680 અને નીચામાં
રૂ.58,920ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.360 ઘટી રૂ.59,480ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.80 ઘટી રૂ.902 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,276.05 કરોડનાં
3,800.159 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,563.35 કરોડનાં 355.992 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,031.58 કરોડનાં 17,35,670 બેરલ તથા
નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.743.57 કરોડનાં 3,94,67,000 એમએમબીટીયૂ નાં કામ
થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.115.38 કરોડનાં 5,639
ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.33 કરોડનાં 1,803 ટન તાંબાના વાયદાઓમાં રૂ.845.85 કરોડનાં
11,673 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.418.52 કરોડનાં 19,636 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.16.24 કરોડનાં 2,736 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.49 કરોડનાં
114.84 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,888.130 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 728.598 ટન, તાંબાના વાયદાઓમાં 17,112.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 21,616 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,187 ટન તથા જસત અને જસત-મિનીમાં 26,567
ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 12,89,460 બેરલ તથા નેચરલ ગેસ અને
નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,70,30,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
23,904 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 286.92 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.16.93 કરોડનાં 210 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 635 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 16,145
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,155 અને નીચામાં 16,086 બોલાઈ, 69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1 પોઈન્ટ વધી
16,137 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 24462.8 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 844.46 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 645.19 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 21831.83 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
1137.42 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 439.04 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.99.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.134.90 અને નીચામાં
રૂ.82.30ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.40 વધી રૂ.128.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન
રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.15 ખૂલી, ઉપરમાં રૂ.10.40 અને
નીચામાં રૂ.9 રહી, અંતે રૂ.1.15 વધી રૂ.9.95 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.797.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.820 અને નીચામાં રૂ.719ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 ઘટી રૂ.797 થયો
હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.480.50 ખૂલી,
ઊપરમાં રૂ.519 અને નીચામાં રૂ.430 રહી, અંતે રૂ.5.50 ઘટી રૂ.497.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,248ના ભાવે ખૂલી, રૂ.85.50 વધી
રૂ.1,397.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,100ના
ભાવે ખૂલી, રૂ.87.50 વધી રૂ.1,298 થયો હતો. તાંબુ જૂન રૂ.750 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.2.31 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.5,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.153ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.178 અને નીચામાં રૂ.88.10ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.27.40 ઘટી રૂ.92.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.95 ખૂલી, ઉપરમાં રૂ.12.40 અને નીચામાં રૂ.11.05 રહી, અંતે રૂ.0.95
ઘટી રૂ.11.50 થયો હતો.
સોનું જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.439ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.500 અને નીચામાં રૂ.430.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.455
થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.230 ખૂલી,
ઊપરમાં રૂ.268.50 અને નીચામાં રૂ.214.50 રહી, અંતે રૂ.10 વધી રૂ.232 થયો હતો.
ચાંદી જૂન રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.972ના ભાવે ખૂલી, રૂ.43.50 ઘટી
રૂ.851.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,248ના ભાવે
ખૂલી, રૂ.43 ઘટી રૂ.1,134.50 થયો હતો. તાંબુ જૂન રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ
રૂ.0.73 ઘટી રૂ.3.17 થયો હતો.