મુંબઈ
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા હતા, અને હવે બંને રિવાજાે અનુસાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કેે, મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે, અને ઉત્સાહનો માહોલ છે. જેમાં પ્રી-વેડિંગ વિધી દરમિયાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સ્વરા ભાસ્કર ખૂબ ખુશ જાેવા મળી રહી છે, અને ઢોલના તાલ પર ડાન્સ કરી રહી છે. સ્વરા ભાસ્કરના શીર કોરમાના ડિરેક્ટર ફરાજ આરિફ અંસારીએ ટિ્વટર પર એક વીડિયો શેર કર્યો છે, જે સ્વરાના ઘરનો છે. સર્વત્ર આનંદનો માહોલ છે, અને ઢોલ વગાડવામાં આવી રહ્યા છે. સ્વરા પણ લીલા ઘાગરામાં બેઠી છે, અને ઢોલના તાલે નાચતી જાેવા મળે છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને દિલ્હીમાં આ કપલ રીત-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે. વિડીયો શેર કરતી વખતે, ફરાજ આરીફે કેપ્શનમાં લખ્યું – જ્રઇીટ્ઠઙ્મઙ્મઅજીુટ્ઠટ્ઠિ શ્ જ્રહ્લટ્ઠરટ્ઠઙ્ઘઢૈટ્ઠિછિરદ્બટ્ઠઙ્ઘના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે, અને ઈંજીુટ્ઠટ્ઠઙ્ઘછહેજટ્ઠટ્ઠિ તેનું સત્તાવાર વેડિંગ હેશટેગ છે. આ દરમિયાન ફહાદ પણ ત્યાં છે, અને તે તેના સાથીઓ સાથે આનંદ માણી રહ્યો છે. ઘરમાં બે ડ્રમર્સ છે જેઓ સતત ઢોલ વગાડીને લગ્નના ખાસ અવસર પર વાતાવરણ સર્જે છે. સ્વરાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે એક ગેસ્ટ સાથે ડાન્સ કરતી જાેવા મળી રહી છે. સ્વરા અને ફહાદના લગ્નની વાત કરીએ તો આ કપલના લગ્નની શરૂઆત મહેંદી સેરેમની સાથે થશે. આ પછી સંગીત સેરેમની પણ યોજાવાની છે. સંગીત સેરેમની દરમિયાન કર્ણાટક સંગીત અને કવ્વાલીનો કાર્યક્રમ યોજાશે. લગ્ન બાદ આ કપલ ખાસ મહેમાનો માટે દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. આ માટે ૧૬ માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર કોમેડી-ડ્રામા ફિલ્મ જહાં ચાર યારમાં જાેવા મળશે. આ સિવાય તે મિસિસ ફલાની ફિલ્મમાં પણ જાેવા મળશે.
