Maharashtra

હિન્દુ બનેલી ૨૬ યુવતી સ્ટેજ પર અમારા પર આરોપ લગાવવામાં આવ્યો કે તે પ્રચાર હતો પરંતુ દર્શકોએ જવાબ આપ્યો ઃ કેરલ સ્ટોરીના નિર્માતા

મુંબઇ
વિવાદમાં રહેલી ‘ધ કેરલ સ્ટોરી’ ૨૦૨૩ની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ચુકી છે. બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ રૂ.૧૫૦ કરોડની કમાણી કરવાની નજીક છે. આ વચ્ચે ફિલ્મના ડિરેક્ટરએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. વિપુલ શાહે જણાવ્યું હતું કે, ‘અમારા પર આરોપ લગાવવામાં આવ્યો કે તે પ્રચાર હતો પરંતુ દર્શકોએ જવાબ આપ્યો પરંતુ અમને લાગે છે કે અમારી પાસે ફિલ્મો બનાવવા સિવાય અન્ય કામ છે, જેનો ભોગ બન્યા છીએ.’ અમે પીડિત ૨૫ છોકરીઓનો પરિચય કરાવી રહ્યા છીએ.અમે તેમના માટે કંઈક કરવા માંગીએ છીએ.અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિએ પોતાના પરિવાર સાથે આ ફિલ્મ જાેવી જાેઈએ.સુદીપ્તો સેને જણાવ્યું છે , ‘આ માત્ર કેરળની જ નહીં, સમગ્ર ભારતમાં ચાલી રહી છે.માત્ર ફિલ્મ જાેવાની જ નહીં પરંતુ તેનો અવાજ બનવાની જવાબદારી પણ આપણી છે.’ આ ફિલ્મ બનાવવા માટે મજબૂર કરાયેલી છોકરીઓની સંખ્યા મોટી છે. આજે તેમાંથી થોડી જ છોકરીઓ જાેડાઈ છે.વિપુલે કહ્યું કે ‘ફિલ્મમાં ૩ યુવતીઓ દ્વારા હજારો છોકરીઓની વાર્તા બહાર આવી છે.મીડિયાના ઘણા લોકોએ જૂઠું બોલ્યું.આ એક ગંદું ષડયંત્ર છે જે ન થવું જાેઈએ. અમે નવા આંકડાઓ લઈને આવીશું અને ૩૨ છોકરીઓનો પર્દાફાશ કરીશું.’પીડિત શ્રુતિ નામની યુવતીએ જણાવ્યું હતું કે, આર્ષ વિદ્યા સમાજ હેઠળ તે છોકરીઓને મદદ કરવામાં આવે છે, જેનું ધર્માંતરણ થયું છે.૧૯૯૯ થી ૨૦૨૩ એટલે કે ૨૪ વર્ષમાં લગભગ ૭૦૦૦ મના ધર્મમાં પાછા ફર્યા છે, જેમાં ઇસ્લામ સ્વીકારનારાઓ પણ સામેલ છે. કેરળની બહારના લોકોને પણ મદદ માટે ફોન આવે છે, તે બધાનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું છે.ફક્ત છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ આ સંસ્થામાં ફોન કરે છે. ફિલ્મ દ્વારા આર્ષ વિદ્યા સમાજને ૫૧ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે.વ્યવસાયે શિક્ષિકા શ્રુતિ જણાવે છે કે તેણે પોતાનું નામ રહેમત રાખ્યું હતું. અનધાની જેમ શ્રુતિ પણ આર્ષ વિદ્યા સમાજમ સંસ્થાના સોશિયલ મીડિયા વિભાગમાં ૧૦ વર્ષથી કામ કરી રહી છે.શ્રુતિ કહે છે, ‘હવે મને રડવું પણ નથી આવતું. જ્યારે હું મારા ભૂતકાળને જાેઉં છું, ત્યારે મને મારી જાત પર શરમ આવે છે. હું એટલી અંધ બની ગઈ હતી કે મેં મારા પરિવારના સભ્યોને ઘણી તકલીફો પહોંચાડી હતી. એકવાર મારી માતા પર હાથ ઉપાડ્યો, કારણ કે તે મને પૂજા કરવાનું કહેતી હતી. હું સંપૂર્ણ મુસ્લિમ બની ગઈ હતી. એ લોકો મારા મનમાં હિન્દુ ધર્મ માટે ઝેર ઓકતા હતા. તેમની વાતમાં આવ્યા પછી મેં મુસ્લિમ બનવાનું નક્કી કર્યું.’હું મિત્રો મારફત મૌલવીઓને ઓળખવા લાગી હતી. પોનાનીના ધર્મ પરિવર્તન કેન્દ્ર મનતુલ ઇસ્લામ સભામાં ધર્મ પરિવર્તન કરવા ગઈ હતી. લાગ્યું કે હવે હું ઇસ્લામની તાલીમ લઈને સંપૂર્ણ મુસ્લિમ બનીશ. બીજી છોકરીઓ પણ હતી. તેના મુસ્લિમ બોયફ્રેન્ડ તેને મળવા આવતા હતા. સાઉદીથી તેમના માટે મોંઘી ભેટ લાવતા હતા. તેઓ યુવતીઓને સાઉદી લઈ જવા માંગતા હતા.’માતા-પિતાએ મારો સાથ છોડ્યો નહીં. તેમણે મને વિજનના ભારતી વિદ્યા કેન્દ્રના આચાર્ય મનોજજી સાથે પરિચય કરાવ્યો. ગુરુજીએ મને સમજાવ્યું કે તું તારાં માતા-પિતાને તકલીફ આપી રહી છો. તેમણે મને સનાતન ધર્મનો ખરો અર્થ સમજાવ્યો. મને સમજાવી કે તું ખોટા માર્ગ પર છો.દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ મુક્યો છે. તેને લઈને હવે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જાે કે આ કેસને લઈને હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવવાના ર્નિણયને યોગ્ય ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે ફિલ્મમાં ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે બનાવટી હકીકતો પર આધારિત છે.પશ્ચિમ બંગાળ સરકારે તેના સોગંદનામામાં કહ્યું છે કે રાજ્ય સરકારના ગુપ્તચર ઈનપુટ્‌સથી જાણવા મળ્યું છે કે જાે ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે ફિલ્મની વાર્તામાં અભદ્ર ભાષા અને તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે અને જાે ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે તો રાજ્યમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *