મુંબઈ
ક્રુઝ પાર્ટી કેસમાં આર્યન ખાનને બચાવવા માટે અભિનેતા શાહરૂખ ખાને સમીર વાનખેડેને લાંચ આપી હોવાના કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે. આ દરમિયાન, બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં શાહરૂખને આ કેસમાં આરોપી બનાવવાની માંગ કરવામાં આવી છે. આર્યન ખાનને બચાવવા માટે સમીર વાનખેડેને લાંચ આપવાના કેસમાં શાહરૂખ ખાનને આરોપી બનાવવાની માંગ કરતી એક ઁૈંન્ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીકર્તા રાશિદ ખાને શાહરૂખના નાર્કો, બ્રેઈન મેપિંગ, લાઈ ડિટેક્ટર ટેસ્ટની માંગણી કરી છે. આ અરજી પર ૨૦ જૂને સુનાવણી થશે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીબીઆઈએ દ્ગઝ્રમ્ના તત્કાલિન ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેપી ગોસાવી દ્વારા શાહરૂખ સાથે વાતચીત અને ૨૫ કરોડથી ૧૮ કરોડ રૂપિયાની લાંચની રકમ નક્કી કરવા અને પછી ૫૦ લાખ રૂપિયા સ્વીકારવા બદલ હ્લૈંઇ નોંધી છે. આ અરજીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૨ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ મુજબ લાંચ આપનારની સાથે લાંચ લેનાર પણ દોષિત છે. જાે લાંચ લેવાનો આરોપ સાબિત થાય તો આરોપી માટે પાંચ વર્ષની જેલની જાેગવાઈ છે.સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસ મુજબ વાનખેડેએ સાક્ષી કેપી ગોસાવી મારફત શાહરૂખ પાસેથી લાંચ સ્વીકારી હતી. હવે વકીલ રાશિદે હાઈકોર્ટમાં શાહરૂખને આ કેસમાં આરોપી બનાવવા અને અભિનેતાના નાર્કો અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. અરજીમાં ભ્રષ્ટાચારના કેસમાં વાનખેડે અને અન્યને ક્લીનચીટ આપનાર મુંબઈ પોલીસના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આર્યન ક્રુઝ પર ડ્રગ પાર્ટી કરવાના આરોપમાં પકડાયો હતો, ત્યારબાદ હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા અને એનસીબીની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. આ પછી વાનખેડે પર શાહરૂખ પાસેથી લાંચ લેવાનો આરોપ લાગ્યો અને તેની તપાસ માટે જીૈં્ની રચના કરવામાં આવી, જેના રિપોર્ટના આધારે ઝ્રમ્ૈંએ વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો. હાલમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા વાનખેડેને ધરપકડથી વચગાળાની રાહત આપવામાં આવી છે.
