મુંબઈ
બાહુબલિ બાદ તમન્ના ભાટિયાની કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ નથી, પરંતુ પાછલા કેટલાક સમયથી તેની એક્ટિંગના વખાણ થઈ રહ્યાં છે. તમન્નાની વેબ સિરિઝ લસ્ટ સ્ટોરીઝ ૨ને ઓડિયન્સે પસંદ કર્યા બાદ તેને મોટા બેનરની ફિલ્મ ઓફર થઈ છે. જાેન અબ્રાહમ અને શર્વરી વાઘની ફિલ્મ વેદામાં તમન્નાને મહત્ત્વનો રોલ ઓફર થયો છે. નિખિલ અડવાણીના ડાયરેક્શનમાં બની રહેલી વેદાનું શૂટિંગ હાલ રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. શૂટિંગ શરૂ થયા બાદ પણ આ ફિલ્મમાં કાસ્ટિંગની કામગીરી ચાલતી હતી. તમન્નાએ નિખિલ અડવાણી સાથે કામ કરવા સંદર્ભે જણાવ્યું હતું કે, સ્ટોરી સંભળાવવાની નિખિલની સ્ટાઈલ અનોખી છે. તેમની પાસેથી સ્ટોરી સાંભળ્યા બાદ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા થઈ જવાનું સ્વાભાવિક છે. જાેન સાથે અગાઉ એક ફિલ્મ કરી છે. નિખિલ અડવાણીએ જણાવ્યું હતું કે, તેમણે આ ફિલ્મમાં સ્પેશિયલ રોલ માટે તમન્નાનો સંપર્ક કર્યો હતો. તમન્નાએ સ્ટોરી સાંભળીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઓફર સ્વીકારી હતી. વેદામાં તમન્નાનો રોલ કેટલો દમદાર રહે છે તે જાેવું રહ્યું.
