Maharashtra

આદિપુરુષ ફિલ્મ પડદા પર આવતા તેલંગાણા-આંધ્રપ્રદેશમાં સવારે ૪ વાગ્યે શો વેચાઈ ગયા

મુંબઈ
પ્રભાસના આદિપુરુષે અનેક વખત રીલીઝમાં વિલંબ અને વિવાદો જાેયા બાદ આખરે આજે એટલે કે ૧૬ જૂનના રોજ પડદા પર આવી ગઇ છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વહેલી સવારે ૪ વાગ્યે શો વેચાઈ ગયા હતા અને ફેન્સે આદિપુરુષમાં ભગવાન રામ તરીકે પ્રભાસના પાત્રને ખૂબ જ પસંદ કર્યુ હતું. હવે જ્યારે પહેલો શો પૂરો થઈ ગયો છે, ત્યારે ટિ્‌વટર પર ફિલ્મના પહેલા રિવ્યૂઝની ભરમાર શરૂ થઇ ગઇ છે. નેટીઝને આદિપુરુષને પ્રભાસનું કમબેક ગણાવ્યું હતું અને તેને ‘રામાયણનું આધુનિક સ્વરૂપ’ ગણાવ્યું હતું. આદિપુરુષ ૧૬ જૂને ફેન્સની ભારે અપેક્ષાઓ વચ્ચે થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં ૨ડી અને ૩ડીમાં રિલીઝ થઇ હતી. પહેલા દિવસનો પહેલો શો પૂરા થવાની સાથે જ ટ્‌વીટર યુઝર્સે અહીં પોતાની ઉત્તેજના અને ફિલ્મ માટેના પોતાના રિવ્યુ શેર કર્યા હતા. કેટલાક લોકોએ તેને પ્રભાસની કમબેક ફિલ્મ ગણાવી હતી, તો કેટલાકને લાગ્યું હતું કે આદિપુરુષ જેવી ફિલ્મોને ‘જજ ન કરવી જાેઈએ, પરંતુ માત્ર પ્રશંસા થવી જાેઈએ.’ પ્રભાસની ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર જાેરદાર ક્રેઝ જાેવા મળી રહ્યો છે. પ્રભાસના ફેન્સ ખુશ છે. તેઓ થિયેટર્સમાંથી બહાર આવીને જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. ટિ્‌વટરના રિએક્શન પ્રમાણે પ્રભાસની ફિલ્મ હિટ છે. બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ હવે લાગે છે કે પ્રભાસ ‘બાહુબલી’ જેવી સફળતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે. લોકો ફિલ્મના સીનને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. પ્રભાસનો એન્ટ્રી સીન ફેન્સને સૌથી વધુ પસંદ આવ્યો છે. એક્શન સિકવન્સ જાેઈને લોકો રૂંવાટા ઉભા થઈ ગયા. ફેન્સ કહે છે કે આદિપુરુષ એ ફિલ્મ નથી પણ ઇમોશન છે. લોકો સ્ક્રીપ્ટ અને મ્યુઝિકની પ્રશંસા કરી રહ્યા છે. ફેન્સને ફર્સ્ટ હાફ ખૂબ જ પસંદ આવ્યો છે. તે કહે છે કે સેકન્ડ હાફ થોડો ખેંચાયો છે. ફિલ્મમાં ૩ડી ઇફેક્ટ અને વીએફએક્સનો ભરપૂર ઉપયોગ કરાયો છે. આ જ કારણ છે કે દર્શકો ફિલ્મને લઇને ખૂબ જ એક્સાઈટેડ હતા. જાેકે, ઘણા યુઝર વીએફએક્સથી ખુશ નથી જણાઇ રહ્યા. ટિ્‌વટર પર એક યુઝરે લખ્યું કે, આદિપુરુષ ખૂબ સારી ફિલ્મ છે, ૩ડી ઇફેક્ટ પણ સારી છે. પ્રભાસ અને કૃતિ સેનને ખૂબ સારું કામ કર્યું છે. જાેકે, વીએફએક્સ ખૂબ જ નબળું છે. મોટી સ્ક્રિન પર એક વખત આ ફિલ્મ જાેવી જાેઇએ. ઘણા લોકો વીએફએક્સને નબળું બતાવી રહ્યા છે. ઓમ રાઉત દ્વારા લિખિત અને દિગ્દર્શિત આદિપુરુષ વાલ્મિકી રામાયણ પર આધારિત એક પૌરાણિક કથા છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામનું પાત્ર નિભાવશે, જ્યારે અભિનેત્રી કૃતિ સેનન સીતાની ભૂમિકામાં અને સૈફ અલી ખાન રાવણનો રોલ કરી રહ્યા છે. સની સિંહ અને દેવદત્ત નાગે સહાયક કલાકારો તરીકે મહત્વના રોલ નિભાવ્યા છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *