Maharashtra

ઘૂમર ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો સ્પેશિયલ રોલ

મુંબઈ
અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઘૂમરનું પ્રમોશન આગળ વધવાની સાથે રસપ્રદ માહિતી પણ બહાર આવી રહી છે. શુક્રવારે રિલીઝ થયેલા ઘૂમરના ટ્રેલરમાં અમિતાભ બચ્ચનની સરપ્રાઈઝ એન્ટ્રી જાેવા મળી છે. અભિષેક બચ્ચને ક્રિકેટ કોચનો રોલ કર્યો છે અને સૈયામી ખેર દિવ્યાંગ ક્રિકેટર છે. સૈયામીને સફળ ક્રિકેટર બનાવવામાં અભિષેકે ભજવેલી ભૂમિકાને ફિલ્મમાં રજૂ કરાઈ છે. ફિલ્મમાં સૈયામીના પરિવારમાં શબાના આઝમી સહિતના એક્ટર્સ છે, જ્યારે અંગદ બેદી તેનો પ્રેમી છે. એક અકસ્માતના પગલે સૈયામી ખેર તેનો હાથ ગુમાવે છે અને નિરાશ થઈ જાય છે. એક તબક્કે આત્મહત્યા કરવાનું વિચારતી સૈયામીના જીવનમાં કોચ બનીને અભિષેક બચ્ચન આવે છે. બાદમાં કોચ અને ક્રિકેટરની મહેનત રંગ લાવે છે. સૈયામી ખેરની મેદાન પરની સફળતાને લાખો લોકો વખાણે છે. આ સમયે કોન્ટેટર તરીકે અમિતાભ બચ્ચન જાેવા મળે છે. જેઓ આ અનોખી ક્રિકેટરના શાનદાર પરફોર્મન્સને વખાણે છે. અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પર આ ટ્રેલર શેર કર્યું હતું. તેમણે ઘૂમરને હૃદય સ્પર્શી ફિલ્મ ગણાવી હતી. આ ફિલ્મ ૧૮મી ઓગસ્ટે રિલીઝ થવાની છે. ગદર ૨ અને ઓહ માય ગોડ ૨ની રિલીઝના બીજા વીકમાં ઘૂમરને રિલીઝ કરવાનો ર્નિણય કેટલો લાભ કરાવે છે તે જાેવુ રહ્યું.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *