Maharashtra

અંકિતા લોખંડેના પિતા શ્રીકાંત લોખંડેનું નિધન થયું, પરિવારજનો દુખી થયા

મુંબઈ
ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડેના પિતાનું આજ રોજ નિધન થયુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક્ટ્રેસના પિતા લાંબા સમયથી બીમાર હતા. આ ખબરથી પરિવારજનોં અને નજીકના લોકો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. જાે કે આ સમાચારથી પરિવારજનોં દુખી થઇ ગયા છે. અંકિતાના પિતા શ્રીકાંત લોખંડેનું ૧૨ ઓગસ્ટના રોજ મુંબઇમાં નિધન થયુ. જાે કે હજુ સુધી મોત કયા કારણોસર થયુ એની કોઇ જાણ થઇ નથી. એક્ટ્રેસ ઇન્ટરફેસ એપાર્ટમેન્ટમાં પિતાના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખ્યો છે. કાલે સવારના ૧૧ વાગ્યા ઓશિવારામાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંકિતા સામાન્ય રીતે પિતાની સાથે ફોટો અને વિડીયો શેર કરતી રહેતી હતી. પિતાના નિધન પછી અંકિતા પોતાને સંભાળી શકતી નથી. એક્ટ્રેસના પરિવારના બધા સભ્યો માટે આ બહુ દુખદ સમય છે. પિતાના નિધન પછી અંકિતા મનથી દુખી થઇ ગઇ છે. અંકિતા લોખંડેના પિતા શ્રીકાંત લોખંડે એક બેન્કર હતા. અંકિતાએ સીરિયલ પવિત્ર રિશ્તાથી એક્ટિંગની કેરિયરની શરૂઆત કરી હતી. આ સિરીયલમાં એક્ટ્રેસની સાથે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ નજરે પડ્યો હતો. અંકિતા આજે પણ અર્ચનાની ભૂમિકા માટે ઘરે-ઘરે ફેમસ છે. અંકિતાએ કોમેડી સર્કસ, એક થી નાયકા અને ઝલક દિખલા જેવા હિટ શોમાં નજરે પડી છે. અંકિતાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અંકિતાએ કંગના રનૌતની સાથે ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. એક્ટ્રેસ બાગી ૩માં પણ જાેવા મળી છે. ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે અને વિકી જૈને ફરીથી લગ્ન કર્યા છે. બન્નેએ મરાઠી રીતિ-રિવાજથી ડિસેમ્બર ૨૦૨૧માં મુંબઇમાં લગ્ન કર્યા હતા. આ સમયે દરેક પ્રી વેડિંગ ફંક્શનમાં અનેક રૂપિયાનો ખર્ચો કર્યો હતો. હાલમાં ફરીથી લગ્ન કરવાની વાતને ચર્ચામાં છે. આમ, અંકિતાએ સોશિયલ મિડીયામાં પતિ સાથેનો એક રોમેન્ટિક વિડીયો અને સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. જાે કે આમાં અંકિતા લોખંડનો લુક એકદમ મસ્ત લાગી રહ્યો છે.

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *