Maharashtra

બિગ બોસ ૧૪ વિનર એક્ટ્રેસ રૂબિના દિલૈકનો કાર એક્સિડેન્ટ થયો

મુંબઈ
ટીવીની ફેમસ એક્ટ્રેસ અને બિગ બોસ ૧૪ વિનર રૂબિના દિલૈકને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એક્ટ્રેસ હાલમાં જ એક કાર એક્સિડેન્ટનો શિકાર બની છે. તેના પતિ અભિનવ શુક્લાએ ટિ્‌વટર પર આ સમાચાર શેર કર્યા છે. સાથે જ અભિનવે તે લોકો પર પણ નિશાન સાધ્યુ છે જે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોન યુઝ કરે છે અને ટ્રાફિકના નિયમો તોડે છે. તેણે દુર્ઘટનામાં સામેલ બે કારની કેટલીક તસવીરો પણ શેર કરી છે. રૂબિના દિલૈકના કાર એક્સિડેન્ટના સમાચારથી તેના ફેન્સ ચિંતામાં મુકાઇ ગયા છે. જાે કે અભિનવે હેલ્થ અપડેટ આપી છે કે રૂબિના સ્વસ્થ છે અને તેનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. ટિ્‌વટર પર અભિનવ શુક્લાએ લખ્યું, અમારી સાથે થયું, તમારી સાથે પણ થઇ શકે છે. ટ્રાફિક લાઇટ જંપ કરનાર ફોન યુઝ કરનારા મુર્ખોથી સાવધાન રહો. તેનાથી વધારે હદ તો ત્યારે થઇ જ્યારે તે ત્યાં ઉભા રહીને હસી રહ્યાં હતા. વધુ જાણકારી પછીથી આપીશ. રૂબિના કારમાં હતી પરંતુ તે સ્વસ્થ છે. તેને મેડિકલ માટે લઇ જઇ રહ્યો છું. મુંબઇ પોલીસ તમને કડક કાર્યવાહી કરવા માટે વિનંતી. આ ટિ્‌વટ પછી ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે કે એક્ટ્રેસ ઠીક છે. આ ટ્‌વીટમાં અભિનવે એક્સિડેન્ટ સ્પોટની તસવીરો શેર કરી અને કહ્યું કે એક્ટ્રેસ આ ઘટનાથી આઘાતમાં હતી. દરમિયાન, મુંબઈ પોલીસે ટ્‌વીટનો જવાબ આપ્યો કારણ કે તેઓને ટેગ કરવામાં આવ્યા હતા. તેણે લખ્યું, ‘ત્યાં નજીકના પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરો.’ જાે કે રૂબીના અને અભિનવના ફેન્સે ચિંતા વ્યક્ત કરી છે. એકે લખ્યું ‘હું આશા રાખું છું કે તમે બંને સ્વસ્થ છો, કૃપા કરીને ધ્યાન રાખો.’ બીજાએ લખ્યું, ‘આશા છે કે કોઈ મોટી ઈજા નથી.’ બીજાએ લખ્યું, ‘રુબિનાના સારા સ્વાસ્થ્ય માટે દુઆ મોકલી રહ્યો છું. ટ્રાફિક સિગ્નલ જંપ કરનારા આ મૂર્ખ લોકોને સજા થવી જાેઈએ.

Page-11-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *