મુંબઈ
બિપરજાેય તોફાનનો સામનો કરવા માટે મુંબઈ તૈયાર છે. મ્સ્ઝ્રએ ડૂબવા અને અન્ય અકસ્માતોથી બચાવવા ૨૬ લાઈફગાર્ડમાં વધારો કર્યો છે. તો દરિયાકાંઠે ૧૨૦ સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જુહુ ચોપાટી પર ચાર યુવકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા હતા. આ પછી, ગુરુવારે બિપરજાેય વાવાઝોડાની તબાહીની આશંકાઓને ધ્યાનમાં રાખીને મ્સ્ઝ્રએ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. આ પહેલા દરિયાકિનારે ૯૪ લાઈફગાર્ડ તૈનાત હતા. બિપરજાેય વાવાઝોડાના જાેખમને જાેતા હવે ૨૬ લાઈફ ગાર્ડ વધુ તૈનાત કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર ડૉ.સુધાકર શિંદેએ આ માહિતી આપી હતી.મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઇકબાલ સિંહ ચહલ અને એડિશનલ કમિશનર ડૉ. સુધાકર શિંદેએ મુંબઈની છ ચોપાટીઓમાં અલગ-અલગ સ્થળોએ કુલ ૧૨૦ ટ્રેન્ડ લાઇફ ગાર્ડ્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ હેઠળ ગિરગાંવ, દાદર, જુહુ, વર્સોવા, અક્સા અને ગોરાઈ ચોપાટી પર સવારે ૮થી ૪ વાગ્યા સુધી ૬૦ ટ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડ અને બપોરે ૩થી ૧૧ વાગ્યા સુધી ૬૦ ટ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડ્સ તૈનાત કરવામાં આવશે.


