Maharashtra

બોલિવૂડે મારી અને મારા પરિવારની અવગણના કરી ઃ ધર્મેન્દ્ર

મુંબઈ
વીતેલા જમાનાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર પણ બોલિવૂડના વર્તનથી દુઃખી છે. અનેક યાદગાર ફિલ્મો આપનારા ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર ક્યારેય પોતાનું માર્કેટિંગ કરતો નથી. તેમનું કામ બોલતું હોય છે. સની દેઓલે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી હોવા છતાં ક્યારેય પોતાના વખાણ કર્યા નથી. બોલિવૂડમાં ક્યારેય પોતાને કે પરિવારને યોગ્ય માન-સન્માન ન મળ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો. ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, ચાહકોના પ્રેમના કારણે તેઓ ટકી શક્યા છે. હિન્દી સિનેમાએ ક્યારેય તેમના યોગદાનની નોંધ લીધી નથી. થોડા સમય અગાઉ સની દેઓલે પણ બોલિવૂડના બનાવટી સંબંધો પર કટાક્ષ કર્યો હતો. બોલિવૂડમાં દોસ્તી અને સંબંધો નામ માત્રના હોવાનું સનીએ કહ્યું હતું. હવે ધર્મેન્દ્ર પણ બોલિવૂડ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સની દેઓલની ફિલ્મ ગદર ૨ને પહેલા વીકમાં ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન મળ્યું છે. અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ આ ફિલ્મના વખાણ કરી રહ્યાં છે તેવા સમયે ધર્મેન્દ્રના આ નિવેદનથી ચાહકોને આંચકો લાગ્યો છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *