મુંબઈ
જેનેલિયા અને રીતેશ દેશમુખને સફળ સેલિબ્રિટી કપલ માનવામાં આવે છે. લગ્ન બાદ લાંબા સમય સુધી એક્ટિંગથી દૂર રહેલી જેનેલિયા આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે. ‘ટ્રાયલ પિરિયડ’ નામની આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જેનેલિયાએ સિંગલ મધર એનાનો રોલ કર્યો છે. તેનો દીકરો પરિવારમાં પિતાની હાજરી ઝંખે છે અને જેનેલિયા ૩૦ દિવસના ટ્રાયલ પિરિયડ પર પતિને લાવવા પ્રયાસ કરે છે. અનોખા વિષય સાથેની આ ફિલ્મમાં માનવ કૌલ પણ લીડ રોલમાં છે. જેનેલિયાએ આ ફિલ્મની રિલીઝ પૂર્વે રિલેશનશિપ જાળવી રાખવાની ટિપ્સ આપી હતી. તેણે જણાવ્યું હતું કે, દરેક સંબંધમાં કમ્યુનિકેશન અને રિસ્પેક્ટ જરૂરી છે. જેનેલિયા અને રિતેશે નવ વર્ષના ડેટિંગ બાદ ૨૦૧૨ના વર્ષમાં લગ્ન કર્યા હતા.