મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,61,129 સોદાઓમાં કુલ રૂ.22,911.03 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,511.09 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16384.11
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 49,093 સોદાઓમાં રૂ.4,069.28 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.59,543ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,587 અને નીચામાં રૂ.59,261ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.241 ઘટી રૂ.59,311ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.121
ઘટી રૂ.47,909 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.5,902ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.211 ઘટી રૂ.59,248ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,489ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.75,545 અને નીચામાં રૂ.75,034ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.216 ઘટી
રૂ.75,233ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.202 ઘટી રૂ.75,096 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.187 ઘટી રૂ.75,097 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,687 સોદાઓમાં રૂ.1,211.11 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જુલાઈ વાયદો રૂ.730.80ના ભાવે ખૂલી, રૂ.2.15 ઘટી રૂ.727.80 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ
રૂ.0.20 વધી રૂ.196.30 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ
કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.213ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1
કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.196.45 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.182.65 જસત-મિની જુલાઈ વાયદો
કોઈ ફેરફાર વગર રૂ.213.30 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 32,089 સોદાઓમાં રૂ.1,217.1 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,230ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,294
અને નીચામાં રૂ.6,230ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.70 વધી રૂ.6,281 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની ઓગસ્ટ વાયદો રૂ.64 વધી રૂ.6,274 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.226ના ભાવે ખૂલી, રૂ.1.80 વધી રૂ.227.60 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1.8 વધી 227.5 બોલાઈ
રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.13.60 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,320ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,500 અને
નીચામાં રૂ.58,280ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.58,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.872.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,206.85 કરોડનાં
3,710.593 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,862.43 કરોડનાં 247.194 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.459.08 કરોડનાં 7,31,960 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.758.02 કરોડનાં 3,34,79,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.122.95 કરોડનાં 6,241 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.42.50 કરોડનાં 2,316 ટન તાંબાના વાયદાઓમાં રૂ.740.04 કરોડનાં 10,128 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.305.62 કરોડનાં 14,299 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.24 કરોડનાં 384 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.11.36 કરોડનાં 128.88
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,257.065 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 912.670 ટન, તાંબાના વાયદાઓમાં 13,270 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 23,940 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,188 ટન તથા જસત અને જસત-મિનીમાં
31,430 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,95,070 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,99,61,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
18,096 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 371.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.15.83 કરોડનાં 196 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 430 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 16,196
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,200 અને નીચામાં 16,116 બોલાઈ, 84 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 54 પોઈન્ટ ઘટી
16,130 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.16384.11 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5198.33 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.403.19 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6573.89 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4203.97 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.280.79 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.216.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.229.30 અને નીચામાં
રૂ.209.40ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28.50 વધી રૂ.222.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ
રૂ.230 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3 ખૂલી, ઉપરમાં રૂ.4.40 અને નીચામાં
રૂ.2.25 રહી, અંતે રૂ.0.85 વધી રૂ.4 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.110ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.110 અને નીચામાં રૂ.55ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.47 ઘટી રૂ.64 થયો હતો,
જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.110 ખૂલી, ઊપરમાં
રૂ.120 અને નીચામાં રૂ.60 રહી, અંતે રૂ.41.50 ઘટી રૂ.72 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,747ના ભાવે ખૂલી, રૂ.80.50
ઘટી રૂ.1,603 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,549ના ભાવે ખૂલી, રૂ.61.50 ઘટી રૂ.1,420 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.77 ઘટી રૂ.11.74 જસત ઓગસ્ટ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.05
ઘટી રૂ.2.95 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.212.80 અને નીચામાં રૂ.191.70ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.32.30 ઘટી રૂ.197.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.40 ખૂલી, ઉપરમાં રૂ.2.75 અને નીચામાં રૂ.1.70 રહી, અંતે રૂ.0.30
ઘટી રૂ.2.25 થયો હતો.
સોનું જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.51ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.145 અને નીચામાં રૂ.51ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.44.50 વધી રૂ.136.50
થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.129.50
ખૂલી, ઊપરમાં રૂ.180 અને નીચામાં રૂ.122 રહી, અંતે રૂ.36.50 વધી રૂ.172.50 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,642ના ભાવે ખૂલી, રૂ.130 વધી
રૂ.1,826.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,607.50ના ભાવે ખૂલી, રૂ.108 વધી રૂ.1,715.50 થયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.66 ઘટી રૂ.4 થયો હતો.
