Maharashtra

મારા માટે ડિસેમ્બર મહિનો ફરી વખત લકી રહેશે ઃ રશ્મિકા મંદાના

મુંબઈ
રશ્મિકા મંદાના માટે ડિસેમ્બર મહિનો ખૂબ લકી રહ્યો છે. આ મહિનામાં રિલીઝ થયેલી રશ્મિકાની ચાર ફિલ્મો બ્લોકબસ્ટ રહી છે. કન્નડ ફિલ્મ કિરિક પાર્ટી, ચમક અને અંજનિ પુત્ર ઉપરાંત પુષ્પાઃ ધ રાઈઝ પણ ડિસેમ્બર મહિનામાં જ રિલીઝ થઈ હતી. ડિસેમ્બર મહિનામાં આવેલી રશ્મિકાની ફિલ્મોને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી સમાન પ્રેમ મળ્યો છે. આ ડિસેમ્બરમાં રશ્મિકાની ફિલ્મ એનિમલ આવી રહી છે અને રશ્મિકાને ખાતરી છે કે, દર વખતની જેમ આ ફિલ્મ માટે પણ ડિસેમ્બર મહિનો લકી પુરવાર થશે. સંદીપ વાંગા રેડ્ડીના ડાયરેક્શનમાં બનેલી એનિલમાં રશ્મિકાની સાથે રણબીર કપૂર લીડ રોલમાં છે. રશ્મિકાએ આ અંગે જણાવ્યું હતું કે, તેણે કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ અને ત્યારબાદ ડિસેમ્બરમાં આવેલી તમામ ફિલ્મો સફળ રહી છે. ડિસેમ્બરમાં રિલીઝ થનારી તેની પાંચમી ફિલ્મ એનિમલ છે. રશ્મિકાએ એનિમલમાં પોતાના રોલ અંગે ખાસ વાત કરી નથી, પરંતુ સાવ અલગ કેરેક્ટર હોવાનું કહ્યું હતું. રશ્મિકાએ જણાવ્યુ હતું કે, અગાઉ ક્યારેય કલ્પના ન કરી હોય તેવો રોલ છે અને તેને કેવો રિસ્પોન્સ મળે છે તે જાેવા ઉત્સુક છું. રશ્મિકાએ થોડા સમય પહેલા પુષ્પા ૨ના બીજા શીડ્યુલનું શૂટિંગ શરૂ કર્યું છે. એનિમલ ઉપરાંત રશ્મિકા પાસે રેઈનબો પણ છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલ અગાઉ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જાે કે આ દિવસે ગદર ૨ અને ઓહ માય ગોડ ૨ની રિલીઝ નક્કી થઈ હતી. બે બિગ બજેટ ફિલ્મો સાથે ટક્કર લેવાના બદલે એનિમલને પોસ્ટપોન કરવાનો ર્નિણય લેવાયો હતો. હવે આ ફિલ્મ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ડિસેમ્બરમાં પણ સાઉથ અને બોલિવૂડની બિગ બજેટ ફિલ્મો આવી રહી છે ત્યારે રશ્મિકા માટે ફરી વખત આ મહિનો લકી પુરવાર થશે કે નહીં, તે કહેવું અઘરું છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *