Maharashtra

ડોન ૩માં રણવીર સાથે દીપિકા પાદુકોણ જાેડી જમાવી શકે…

મુંબઈ
ડોનની બે ફિલ્મો કર્યા બાદ શાહરૂખ ખાને સિફતપૂર્વક આગામી સીક્વલમાં કામ કરવાની ના પાડી દીધી છે. ફરહાન અખ્તર સાથે મહિનાઓ સુધી વાટાઘાટો બાદ પણ શાહરૂખ મક્કમ રહેતાં આખરે લીડ રોલ માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી હતી. નવી પેઢીના ડોનને નવા અંદાજ સાથે રજૂ કરવા ફરહાન અખ્તર તૈયાર છે ત્યારે લીડ હીરોઈન અંગે અસમંજસ ચાલી રહી છે. તાજેતરમાં રણવીર સાથે જાેડી જમાવવા દીપિકા પાદુકોણનું નામ ચર્ચામાં આવ્યું છે. ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથે ડોન ૩ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી ત્યારથી અનેક નામ ચર્ચામાં આવી રહ્યા છે. અગાઉ કિયારા અડવાણી અને ક્રિતિ સેનોનમાંથી કોઈ એકની પસંદગી થવાની શક્યતા છે. શાહરૂખ સાથે ડોનમાં અગાઉ પ્રિયંકા ચોપરાએ મોનાનો રોલ કર્યો હતો. જાે કે આગામી ફિલ્મમાં પ્રિયંકાના બદલે અન્ય એક્ટ્રેસને લેવાનું ફાઈનલ છે. કિયારા અડવાણીને જાે લેવામાં આવે તો તેને મોનાનો રોલ અપાય તેવી શક્યતા નહીવત છે. તેથી મોના અથવા તેના જેવા રોલ માટે દીપિકા પાદુકોણની વિચારણા ચાલી રહી છે. ફિલ્મમાં લીડ એક્ટ્રેસ પાસે એક્શન અને સ્ટન્ટ કરાવવાના છે. દીપિકા પાદુકોણ અગાઉ પઠાણમાં અસરકાર એક્શન કરી ચૂકી છે. એક્શન રોલમાં દીપિકા ફિટ પણ બેસે છે. તેથી દીપિકાને ફાઈનલ કરવામાં આવે તેવી શક્યતા છે. જાે કે દીપિકાને લીડ રોલ આપ્યા બાદ પણ અન્ય એક એક્ટ્રેસને આ ફિલ્મમાં કાસ્ટ કરવાની વિચારણા ચાલી રહી છે. રણવીર અને દીપિકાએ અગાઉ સંજય લીલા ભણસાલીની ત્રણ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જેમાં ગલિયોં કી રાસ લીલાઃ રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૮૩ અને સર્કસમાં પણ તેઓ સાથે હતા. ઓડિયન્સને પણ રણવીર-દીપિકાની જાેડી ઓનસ્ક્રિન વધારે પસંદ આવે છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *