Maharashtra

દીપિકાએ બિકીનીે લુક વાયુવેગે વાઈરલ

મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે અવારનવાર ઇન્ટરેસ્ટીંગ પોસ્ટ શેર કરતી જાેવા મળે છે. હાલમાં જ દીપિકા પોતાની એક પોસ્ટને લઇને ચર્ચામાં આવી છે. તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર બિકીનીમાં એકદમ હોટ ફોટો શેર કર્યો છે. આ ફોટોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. દીપિકાના ફેન્સ અને સેલેબ્સ તો વખાણ કરી જ રહ્યાં છે પરંતુ તેનો પતિ રણવીર સિંહ (ઇટ્ઠહદૃીીિ જીૈહખ્તર) જરાં પઝેસિવ થઇ ગયો છે. દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ કલરની સ્ટાઇલિશ અને ટાઇની બિકીનીમાં જાેવા મળી રહી છે. આ બિકીની સાથે તેણે હેવી મેકઅપ કૈરી કર્યો છે. આંખોમાં કાજલ લગાવીને દીપિકા પોતાના આ લુકમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. આ ફોટોમાં દીપિકા સાથે એક ડિઝાઇનર પણ જાેવા મળી રહ્યો છે અને તેનાથી તે સ્પષ્ટ છે કે આ કોઇ ફોટોશૂટ દરમિયાન ક્લિક કરવામાં આવેલો ફોટો છે. અહીં જુઓ વાયરલ થઇ રહેલો દીપિકાનો હોટ બિકીની લુક…. દીપિકાએ આ ફોટો શેર કરતાં ઇન્ટરેસ્ટીંગ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું, એક સમયવી વાત છે, વધુ સમય નથી થયો. આ પોસ્ટ પર દીપિકાના ફેન્સ તાબડતોબ રિએક્શન આપી રહ્યાં છે. ઘણા સેલેબ્રિટીઝ પણ એક્ટ્રેસના વખાણ કરી રહ્યાં છે. પરંતુ આ બધામાં સૌથી રસપ્રદ કમેન્ટ તેના પતિ રણવીર સિંહની છે. રણવીરે પત્નીના બિકીની લુક પર કમેન્ટ કરતા લખ્યું કે, ‘એક વાર ચેતવણી આપી દીધી હોત તો સારુ હોત.’ રણવીરની આ પઝેસિવ કમેન્ટ દીપવીરના ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે. દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ખૂબસૂરત ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. દીપિકાનું ઇન્સ્ટાગ્રામ તેના શાનદાર ફોટોઝથી ભરેલું છે. દીપિકા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ખૂબસૂરત ફોટોઝ ઉપરાંત અવાર નવાર પોતાની પર્સનલ લાઇફ વિશેની માહિતી શેર કરતી રહે છે. દીપિકા પાદુકોણ હાલમાં જ શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં જાેવા મળી હતી. ફિલ્મ પઠાણના એક સોન્ગ માટે દીપિકા પાદુકોણને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *