Maharashtra

લુક માટે ટકલા થયા આ એકટર્સ, લીસ્ટમાં નામથી ચોંકી ન જવું

મુંબઈ
સાઉથની દુનિયામાં અનેક સિતારા એવા છે જે પોતાના રોલ માટે ખૂબ ફેમસ થઇ ગયા છે. આમ વાત કરવામાં આવે તો ફિલ્મી દુનિયામાં મુવીના સીન માટે એક્ટર અને એક્ટર્સને જાતજાતની ભૂમિકા નિભાવવી પડે છે. આ અલગ લુકમાં ઘણી વાર સ્ટાર્સને ઓળખવા પણ મુશ્કેલ બની જતા હોય છે. ધનુષની જેમ અનેક મોટા સ્ટાર્સ મુવીમાં રોલ માટે ટકલા થઇ ચુક્યા છે. આ લિસ્ટમાં સૌથી પહેલા રજનીકાંતનું નામ આવે છે. રજનીકાંત દરેક પ્રકારના રોલમાં જાેવા મળે છે. ફિલ્મ અનુસાર લુકને બદલવામાં રંજનીકાંતને સમય લાગતો નથી. ફિલ્મ શિવાજી માટે રંજનીકાંતે હેડ શેવ કરી લીધી હતી. જાે કે આ પછી સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયા હતા. આજે રંજનીકાંત લોકોના દિલમાં રાજ કરે છે. કમલ હાસન પણ આ લિસ્ટમાં શામેલ છે. કમલ એક એવા કલાકાર છે જેમાં તેઓ પોતાની ભૂમિકામાં ડૂબી જાય છે. અલાવંધનમાં કમલ હાસને ડબલ રોલ પ્લે કર્યો હતો અને એક પાર્ટ માટે ટકલા થયા હતા. જાે કે કમલ હાસનની મુવીમાં એન્ટ્રી થાય ત્યારે લોકો સીટી વગાડવાનું શરૂ કરી દેતા હોય છે. કૈથી અને પૌન્નિયન સેલવનના હિરો કાર્થી. ફિલ્મ કાશમોર માટે એમને આ લુક કર્યો હતો. જાે કે આ લુકમાં ઓળખવામાં અનેક લોકો થાપ ખાઇ ગયા હતા. ફિલ્મ મેકર્સે એમને વિગ પહેરવા માટેની સલાહ આપી હતી, પરંતુ મેકર્સ કાર્થીએ રિયલમાં ટાલ કરાવી દીધી હતી. સાઉથ સુપર સ્ટાર ધનુષે આ પહેલા વાળ અને દાઢી વધારી હતી. લુક એમને ફિલ્મ કેપ્ટન મિલરને મળ્યો હતો. આગામી ફિલ્મ ડી૫૦ માટે નવો લુકમાં તાલ કરાવી છે. આઇ જેવી ફિલ્મથી દર્શકોને ચોંકાવનાર ચિયાન વિક્રમનું નામ પણ આ લિસ્ટમાં છે. આ ફિલ્મ માટે અને બાલા માટે હિરોએ બાલ્ડ લુક કર્યો હતો. સિંઘમ સિરીઝથી બધાને આકર્ષિત કરનાર એક્ટર સૂર્યાએ ફિલ્મ ગજની માટે ટકલા લુક કર્યો હતો. સૂર્યની આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ ડિફરન્ટ લુકે લોકોને ઘાયલ કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *