Maharashtra

પ્રિન્ટેડ આઉટફિટ ફોટોશૂટમાં ભૂમિ પેડનેકરની સુંદરતા જાેઈને ફેન્સે કહ્યું ‘પ્રિન્સેસ વાઈબ્સ’

મુંબઈ
ભૂમિએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટા પર શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે. પ્રિન્ટેડ આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટ્રેલ સ્કર્ટ સાથે ભૂમિએ સ્ટાઈલિશ ફુલ સ્લીવ ટોપ કૈરી કર્યું છે. એક્ટ્રેસના આ સુંદર લુક પર ફેન્સ ફિદા થયા છે. ભૂમિ પેડનેકરે ફિલ્મોમાં જબરદસ્ત રોલ કરીને ફેન્સમાં એક અલગ ઓળખ બનાવી છે. ભૂમિની એક્ટિંગ જેટલી જબરદસ્ત છે તેટલો જ દેખાવ પણ સુંદર છે. દર વખતે નવી સ્ટાઈલ રજૂ કરીને ફેશન ગોલ સેટ કરે છે. એક્ટ્રેસે પ્રિન્ટેડ આઉટફિટ સાથે સ્ટાઈલિશ ફ્લોરલ એક્સેસરીઝ કૈરી કરી છે. ભૂમિએ સુંદર આઉટફિટ સાથે મેકઅપ ખૂબ જ સિમ્પલ કર્યો છે. એક્ટ્રેસે તેના સિઝલિંગ ફોટોશૂટને શેર કરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ક્રોપ ટોપ અને હાઈ સ્લિટ સ્કર્ટમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ભૂમિએ તેની ગ્લેમ બ્યુટીથી રેડ કાર્પેટ પર આગ લગાવી. તાજેતરમાં એક્ટ્રેસ ગ્લેમ લુકમાં રેમ્પ વોક કરતી જાેવા મળી હતી.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *