Maharashtra

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યૂસર અસિત મોદીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ

મુંબઈ
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર અસિત મોદી પર તાજેતરમાં જ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે આ કેસમાં અસિત મોદી અને બે અન્ય લોકો વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. શોમાં મિસેજ સોઢીનું પાત્ર નિભાવતી જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે અસિતની સાથે શોના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રમાણી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને આ મામલામાં ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ તરફથી આપેલી જાણકારી અનુસાર, પોવાઈ પોલીસે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદી, ઓપરેશન હેડ સોહેલ રમાણી અને એક્ઝીક્યૂટીવ પ્રોડ્યૂસર જતિન બજાજ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ કેસ આઈપીસીની કલમ ૩૫૪ અને ૫૦૯ અંતર્ગત શોના કલાકાર તરફથી ફરિયાદના આધાર પર નોંધાઈ હતી. હાલમાં આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી. જેનિફર મિસત્રીએ અસિત પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને પોતાની વાત સોશિયલ સાઈટ પર વીડિયો શેર કરીને રજૂ કરી હતી. હવે ફરિયાદ નોંધાતા અસિત મોદી પર ખતરો મંડરાઈ રહ્યો છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *