મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,937 સોદાઓમાં કુલ રૂ.19,995.02 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,161.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13825.07
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 43,432 સોદાઓમાં રૂ.3,927.63 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.58,949ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,025 અને નીચામાં રૂ.58,906ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.37 વધી રૂ.58,924ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.70
ઘટી રૂ.47,500 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.5,879ના ભાવે પહોંચ્યો હતો. સોનું-
મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.58,542ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,700ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,840 અને નીચામાં રૂ.73,549ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.33 વધી
રૂ.73,645ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.6 વધી રૂ.73,469 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ
કોન્ટ્રેક્ટ રૂ.62 વધી રૂ.73,516 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 7,520 સોદાઓમાં રૂ.,828.71 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.734.30ના ભાવે ખૂલી, રૂ.3.25 વધી રૂ.734.80 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ
રૂ.0.50 વધી રૂ.199.15 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ
કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1
કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.199.30 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.185.30 જસત-મિની ઓગસ્ટ
વાયદો રૂ.1.55 વધી રૂ.216 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 37,279 સોદાઓમાં રૂ.1,379.52 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,619ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,693
અને નીચામાં રૂ.6,602ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.64 વધી રૂ.6,682 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની સપ્ટેમ્બર વાયદો રૂ.62 વધી રૂ.6,679 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.221ના ભાવે ખૂલી, રૂ.0.70 વધી રૂ.222 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 0.8 વધી
222.5 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.25.25 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,800 અને
નીચામાં રૂ.59,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 વધી રૂ.59,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.28.40 ઘટી રૂ.997.60 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,505.90 કરોડનાં
2,556.513 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,421.73 કરોડનાં 323.600 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.509.04 કરોડનાં 7,64,610 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.870.48 કરોડનાં 3,86,05,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.65.09 કરોડનાં 3,265 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.57.27 કરોડનાં 3,096 ટન તાંબાના વાયદાઓમાં રૂ.434.77 કરોડનાં 5,913 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.271.58 કરોડનાં 12,511 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.2 કરોડનાં 336 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.23.25 કરોડનાં 227.16 ટનનાં કામકાજ
થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,492.568 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 741.922 ટન, તાંબાના વાયદાઓમાં 14,142.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 24,730 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,780 ટન તથા જસત અને જસત-મિનીમાં
25,065 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 6,78,870 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,66,25,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
8,112 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 600.84 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.8.84 કરોડનાં 111 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 385 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,922
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,938 અને નીચામાં 15,901 બોલાઈ, 37 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ વધી
15,915 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13825.07 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.875.39 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.226.23 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10607.82 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2112.92
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.347 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.155.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.183 અને નીચામાં
રૂ.148.10ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27.50 વધી રૂ.180.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ
સપ્ટેમ્બર રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઉપરમાં રૂ.16.45
અને નીચામાં રૂ.14.10 રહી, અંતે રૂ.0.55 વધી રૂ.15.50 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.605ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.623 અને નીચામાં રૂ.570.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29 વધી રૂ.583
થયો હતો, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.520
ખૂલી, ઊપરમાં રૂ.557 અને નીચામાં રૂ.520 રહી, અંતે રૂ.41.50 વધી રૂ.542 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.999ના ભાવે ખૂલી, રૂ.41.50
વધી રૂ.985 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.2,695.50ના ભાવે ખૂલી, રૂ.26.50 વધી રૂ.2,557 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.54 વધી રૂ.3.28 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.179ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.190.80 અને નીચામાં રૂ.151.10ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.25.40 ઘટી રૂ.154.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.90 ખૂલી, ઉપરમાં રૂ.14.30 અને નીચામાં રૂ.12.25 રહી, અંતે રૂ.0
કોઈ ફેરફાર વગર રૂ.13.40 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.232ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.254.50 અને નીચામાં રૂ.226.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.251
થયો હતો, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.211
ખૂલી, ઊપરમાં રૂ.219 અને નીચામાં રૂ.193.50 રહી, અંતે રૂ.8.50 ઘટી રૂ.214.50 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,934.50ના ભાવે ખૂલી,
રૂ.18.50 ઘટી રૂ.1,869 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.2,440.50ના ભાવે ખૂલી, રૂ.3 ઘટી રૂ.2,360 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.1.50 વધી રૂ.2.03 થયો હતો.
