Maharashtra

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.72 અને ચાંદીમાં રૂ.13નો સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.89ની વૃદ્ધિ કોટન-ખાંડી વાયદામાં રૂ.340ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસ પણ વધ્યાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.4,618 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14963 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.7 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,40,362 સોદાઓમાં કુલ રૂ.19,588.49 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,618.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.14963.82 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 33,274 સોદાઓમાં રૂ.2,641.45 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.58,685ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,785 અને નીચામાં રૂ.58,685ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.72 વધી રૂ.58,712ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.107 વધી રૂ.47,593 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.70 વધી રૂ.5,867ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.58,355ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,668ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,668 અને નીચામાં રૂ.73,408ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 વધી
રૂ.73,562ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.317 વધી રૂ.73,358 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.389 વધી રૂ.73,373 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 3,390 સોદાઓમાં રૂ.,419.68 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.732.65ના ભાવે ખૂલી, રૂ.2.80 વધી રૂ.732.85 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ
રૂ.0.40 વધી રૂ.196.55 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ
કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1
કિલોદીઠ રૂ.1.70 વધી રૂ.201.65 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.185.35 જસત-મિની ઓગસ્ટ વાયદો
રૂ.1.65 વધી રૂ.214.20 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,749 સોદાઓમાં રૂ.1,514.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,586ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,645
અને નીચામાં રૂ.6,586ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.89 વધી રૂ.6,592 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની સપ્ટેમ્બર વાયદો રૂ.87 વધી રૂ.6,590 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.216ના ભાવે ખૂલી, રૂ.5.90 વધી રૂ.215.20 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 5.7
વધી 214.9 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.43 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,000 અને નીચામાં

રૂ.59,300ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.340 વધી રૂ.59,480ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.51.10 વધી રૂ.1,026 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,152.33 કરોડનાં
1,963.464 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,489.12 કરોડનાં 200.085 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.563.62 કરોડનાં 8,52,050 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.950.40 કરોડનાં 4,21,59,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.41.82 કરોડનાં 2,107 ટન સીસુ અને
સીસુ-મિની વાયદાઓમાં રૂ.8.69 કરોડનાં 469 ટન તાંબાના વાયદાઓમાં રૂ.259.79 કરોડનાં 3,545 ટન અને
જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.109.38 કરોડનાં 5,073 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં
કોટન ખાંડી વાયદામાં રૂ.3.98 કરોડનાં 672 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.39.02 કરોડનાં 368.28 ટનનાં
કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,543.006 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 742.213 ટન, તાંબાના વાયદાઓમાં 14,720 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 24,993 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,912 ટન તથા જસત અને જસત-મિનીમાં
25,574 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 5,36,690 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,23,09,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
9,168 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 577.44 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.6.52 કરોડનાં 82 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 391 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,875
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,910 અને નીચામાં 15,875 બોલાઈ, 35 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 3 પોઈન્ટ વધી
15,881 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.14963.82 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.748.48 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.124.68 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12441.63 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1648.81 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.363.32 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.164ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.218.90 અને નીચામાં
રૂ.164ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39.10 વધી રૂ.192.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર
રૂ.230 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.60 ખૂલી, ઉપરમાં રૂ.13.55 અને
નીચામાં રૂ.12.40 રહી, અંતે રૂ.2.40 વધી રૂ.12.65 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.447.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.512 અને નીચામાં રૂ.447.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.497
થયો હતો, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.437
ખૂલી, ઊપરમાં રૂ.478 અને નીચામાં રૂ.437 રહી, અંતે રૂ.35 વધી રૂ.472 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.885ના ભાવે ખૂલી, રૂ.5.50
વધી રૂ.909.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.76,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.2,099ના ભાવે ખૂલી, રૂ.50 વધી રૂ.2,043.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.203.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.203.50 અને નીચામાં રૂ.175.60ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.52.10 ઘટી રૂ.197.10 થયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.220 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી, ઉપરમાં રૂ.12 અને નીચામાં રૂ.10.50 રહી,
અંતે રૂ.2.65 ઘટી રૂ.11.65 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.316ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.317 અને નીચામાં રૂ.283ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23 ઘટી રૂ.309 થયો
હતો, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.264 ખૂલી,
ઊપરમાં રૂ.276.50 અને નીચામાં રૂ.245 રહી, અંતે રૂ.7 વધી રૂ.266.50 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,550ના ભાવે ખૂલી, રૂ.9 ઘટી
રૂ.1,559.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,519ના ભાવે ખૂલી, રૂ.30 વધી રૂ.1,576 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *