Maharashtra

IITબોમ્બેમાં દલિત વિદ્યાર્થીના મૃત્યુ પર હંગામો, જાતિ ઉત્પીડન અને ભેદભાવના લાગ્યા આરોપો

મુંબઈ
ૈંૈં્‌ બોમ્બેના ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ રવિવારે બપોરે સંસ્થાના કેમ્પસમાં હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાેકે, એક વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો છે કે, કેમ્પસમાં જીઝ્ર વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવને કારણે તેણે આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર બીટેકનો વિદ્યાર્થી દર્શન સોલંકી અમદાવાદનો રહેવાસી હતો. તેણે માત્ર ત્રણ મહિના પહેલા જ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા શનિવારે સમાપ્ત થઈ હતી. હાલ પવઇ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિદ્યાર્થીએ અભ્યાસના દબાણમાં આત્મહત્યાનું પગલું ભર્યું કે કેમ. કોલેજના આંબેડકર પેરિયાર ફુલે સ્ટડી સર્કલએ ટ્‌વીટ કરીને તેને સંસ્થાકીય હત્યા ગણાવી છે. તેણે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, ‘અમે ૧૮ વર્ષના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ, જેણે ૩ મહિના પહેલા મ્.્‌ીષ્ઠર માટે ૈંૈં્‌ મ્ર્દ્બહ્વટ્ઠઅ માં જાેઇન કર્યું હતું. આપણે સમજવું જાેઈએ કે આ કોઈ વ્યક્તિગત કેસ નથી, પરંતુ સંસ્થાકીય હત્યા છે.” છઁઁજીઝ્ર એ અન્ય એક ટિ્‌વટમાં લખ્યું છે કે, ફરિયાદો હોવા છતાં, સંસ્થાએ દલિત બહુજન આદિવાસી વિદ્યાર્થીઓ માટે સ્થળને સમાવિષ્ટ અને સુરક્ષિત બનાવવાની કાળજી લીધી નથી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અનામત વિરોધી લાગણીઓ અને બિન-લાયક અને બિન-યોગ્યતાના ટોણાના સંદર્ભમાં સૌથી વધુ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ સાથે આંબેડકર પેરિયાર ફૂલ સ્ટડી સર્કલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે જીઝ્ર/જી્‌ સમુદાયના વિદ્યાર્થીઓને ભારે ઉત્પીડન અને ભેદભાવનો સામનો કરવો પડે છે તે કોઈ છુપી હકીકત નથી. વિદ્યાર્થીઓને લખેલી એક નોંધમાં, સંસ્થાના ડિરેક્ટર, સુભાસીસ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે બપોરે એક દુઃખદ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીના મૃત્યુ વિશે જાણ કરતાં તેઓને ખેદ છે. તેમણે વધુમાં કહ્યું કે પવઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. સુભાષિસ ચૌધરીએ નોટના અંતમાં લખ્યું છે કે, તેઓ પ્રાર્થના કરે છે કે, પરિવારને આ દુખદ ઘટના સહન કરવાની શક્તિ મળે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *