Maharashtra

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ, મેન્થા તેલમાં વૃદ્ધિ કોટન-ખાંડી વાયદો ઢીલોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,112 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16987 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.30 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,65,437 સોદાઓમાં કુલ રૂ.23,130.14 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,112.12 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16987.9 કરોડનો
હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 55,419 સોદાઓમાં રૂ.3,345.57 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.58,743ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,818 અને નીચામાં રૂ.58,696 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 ઘટી રૂ.58,794ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.14 વધી રૂ.47,259 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.5,819ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.58,434ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,317ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,749 અને નીચામાં રૂ.73,265 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.91 વધી
રૂ.73,659 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.27 ઘટી રૂ.73,231 અને ચાંદી-માઈક્રો
ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.38 ઘટી રૂ.73,230 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,239 સોદાઓમાં રૂ.1,372.69 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.733.65ના ભાવે ખૂલી, રૂ.4.65 વધી રૂ.738.40 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ
રૂ.0.05 ઘટી રૂ.197.45 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ
કોન્ટ્રેક્ટ રૂ.1.05 વધી રૂ.214ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1
કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.198.20 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.184 જસત-મિની ઓગસ્ટ વાયદો
રૂ.1.15 વધી રૂ.213.70 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 32,634 સોદાઓમાં રૂ.1,337.29 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,553ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,637
અને નીચામાં રૂ.6,545 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.95 વધી રૂ.6,615 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.91 વધી રૂ.6,612 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.208ના ભાવે ખૂલી, રૂ.1.30 ઘટી રૂ.208.60 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 1.6
ઘટી 208.5 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.56.57 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,000 અને

નીચામાં રૂ.58,700 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 ઘટી રૂ.58,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.29.20 વધી રૂ.974.90 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,245.48 કરોડનાં
2,120.684 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,100.09 કરોડનાં 282.740 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.617.24 કરોડનાં 9,35,040 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.720.05 કરોડનાં 3,32,84,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.139.38 કરોડનાં 7,011 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.39.51 કરોડનાં 2,125 ટન તાંબાના વાયદાઓમાં રૂ.819.65 કરોડનાં 11,158 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.374.15 કરોડનાં 17,407 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.21.48 કરોડનાં 3,648 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.35.09 કરોડનાં
352.08 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,512.832 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 743.422 ટન, તાંબાના વાયદાઓમાં 15,475.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 24,767 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,267 ટન તથા જસત અને જસત-મિનીમાં
30,284 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 5,14,040 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,08,52,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
13,008 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 542.52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.30.12 કરોડનાં 380 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 439 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 15,800
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,850 અને નીચામાં 15,798 બોલાઈ, 52 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 5 પોઈન્ટ ઘટી
15,835 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.16987.9 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1116.85 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2279.87 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12079.17 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1507.23
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.363.02 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.220 અને નીચામાં રૂ.177ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.42.60 વધી રૂ.211.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.220
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.60 ખૂલી, ઉપરમાં રૂ.15.15 અને નીચામાં
રૂ.12.60 રહી, અંતે રૂ.0.75 ઘટી રૂ.14.15 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.505.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.579 અને નીચામાં રૂ.505.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 વધી
રૂ.569.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.16 ખૂલી, ઊપરમાં રૂ.27.50 અને નીચામાં રૂ.2.50 રહી, અંતે રૂ.17.50 ઘટી રૂ.6 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.57ના ભાવે ખૂલી, રૂ.69.50 ઘટી
રૂ.103 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,326ના

ભાવે ખૂલી, રૂ.8.50 વધી રૂ.2,546.50 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.740 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.86 વધી રૂ.10.56 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોન્ટ્રેક્ટ થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.230ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.230 અને નીચામાં રૂ.184.50 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.49 ઘટી રૂ.193.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.210 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.15 ખૂલી, ઉપરમાં રૂ.11.15 અને નીચામાં રૂ.9.70 રહી, અંતે રૂ.0.50
વધી રૂ.10.40 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.333ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.342 અને નીચામાં રૂ.304.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 ઘટી
રૂ.309.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.25.50 ખૂલી, ઊપરમાં રૂ.35 અને નીચામાં રૂ.6 રહી, અંતે રૂ.9 ઘટી રૂ.17 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.145ના ભાવે ખૂલી, રૂ.91 ઘટી
રૂ.35 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,690.50ના
ભાવે ખૂલી, રૂ.19 ઘટી રૂ.1,584 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો
દીઠ રૂ.0.02 વધી રૂ.2.02 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *