Maharashtra

Mother’s Day બોલિવૂડની આ પાંચ હસીનાઓની મા પણ છે એકદમ ગ્લેમરસ

મુંબઈ
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે (સ્ર્ંરીિ’જ ડ્ઢટ્ઠઅ ૨૦૨૩) સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ તો વર્ષના ૩૬૫ દિવસ આપણે આપણી માને પ્રેમ કરતાં હોઇએ છીએ પરંતુ મધર્સ ડેની વાત જ અલગ છે. સામાન્ય લોકોથી લઇને બોલિવૂડ સેલેબ્સ સુધી સૌકોઇ માટે આ દિવસ ખાસ હોય છે. આજે અમે તમને બોલિવૂડની આવી જ ખૂબસૂરત એક્ટ્રેસીસ વિશે જણાવીશું, જેમની મા ખૂબસૂરતીના મામલે પોતાની દીકરીઓને પણ ટક્કર આપે છે. આ જ કારણે આજે તેમની લાડલીઓ બોલિવૂડમાં સફળતાના શિખરે પહોંચી છે. કેટરીના કૈફની માતાને તમે કેમેરા સામે ભાગ્યે જ જાેઈ હશે. કેટરીનાની માતાનું નામ સુઝેન છે અને તે વિદેશમાં રહે છે. સુઝેનને જાેઈને તમે કહી શકો છો કે કેટરિનાને આ સુંદરતા તેની માતા પાસેથી જ મળી છે. કેટરીના અવારનવાર તેની માતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે. તે ઘણીવાર તેની દીકરી સાથે જાેવા મળે છે. મધુ ચોપરાને જાેઈને સ્પષ્ટ થાય છે કે પ્રિયંકાને આ સુંદરતા તેની માતા પાસેથી મળી છે. પ્રિયંકા અને મધુ ચોપરા પણ સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. મધુ ચોપરા તેની દીકરીને ખૂબ સપોર્ટ કરે છે. દીપિકા પાદુકોણની માતાનું નામ ઉજ્જલા પાદુકોણ છે. જ્યારે દીપિકાના લગ્ન થયા હતા ત્યારે તે ઘણી વખત તેની સાથે જાેવા મળી હતી. દીપિકાની માતા પણ ખૂબ જ સુંદર છે. એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું હતું કે તે તેની માતા વગર એક પણ કામ કરી શકતી નથી. દીપિકા તેની માતાની કાર્બન કોપી છે. આલિયા ભટ્ટની માતાને કોણ નથી જાણતું. આલિયાની માતાનું નામ સોની રાઝદાન છે અને તે એક અભિનેત્રી પણ છે. આલિયા બિલકુલ તેની માતા જેવી લાગે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આલિયા અને સોનીની તસવીરો વાયરલ થાય છે. બંનેએ ફિલ્મ ‘રાઝી’માં મા-દીકરીની ભૂમિકા પણ ભજવી હતી. સોની રાઝદાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તમે ઐશ્વર્યા રાયની માતા વૃંદા રાયને ઘણી ઈવેન્ટ્‌સમાં જાેઈ હશે. વૃંદા ઘણીવાર તેની દીકરી, જમાઈ અને પૌત્રી સાથે જાેવા મળે છે. ઐશ્વર્યાએ તેની માતા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણીવાર શેર કર્યો છે. આ તસવીરમાં તમે ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજની તસવીર જાેઈ શકો છો. આ તસવીરમાં વૃંદા તેની લાડલી ઐશ્વર્યા કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *