મુંબઈ
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ફ્લેટ થઇ છે. આજે સોમવારે તારીખ ૨૬ જૂન ૨૦૨૩ નારોજ કારોબારની શરૂઆત સેન્સેક્સએ લાલ નિશાનન નીચે જયારે નિફટીએ લીલા નિશાન ઉપર કરી હતી. બંને મુખ્ય ઇન્ડેક્સમાં છેલ્લા સત્રના બંધ સ્તર કરતા સામાન્ય ફેરફાર જાેવા મળયો હતો. આજે સેન્સેક્સ ૬૨,૯૪૬.૫૦ ઉપર ખુલ્યો હતો. આ સમયે તેમાં ૩૨.૮૭ અંક અથવા ૦.૦૫૨%નો ઘટાડો નજરે પડ્યો હતો. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ ૧૬.૮૫ અંક મુજબ ૦.૦૯૦%ના નજીવા વધારા સાથે ૧૮,૬૮૨.૩૫ ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. આજે વૈશ્વિક બજારના સંકેત સારા મળ્યા ન હતા. આજે બે કંપનીઓના ૈંર્ઁં પણ ખુલી રહ્યા છે. આજે કારોબાર ફ્લેટ ચેહ પણ શેરબજારમાં સેન્સેક્સએ ફરી ૬૩૦૦૦ ની સપાટી બતાવી છે. આજેના કારોબાર દરમ્યાન સેન્સેક્સએ ૬૨,૯૪૬.૫૦ ઉપર કારોબારના શ્રીગણેશ કર્યા હતા. આજે સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ છે. કારોબારમાં ખાસ હલચલ જાેવા મળી નથી છતાં ઇન્ડેક્સ સવારે ૯.૨૦ વાગ્યાના અપડેટ મુજબ ૬૩,૦૬૪.૮૨ સુધી ઉપલા સ્તરે નોંધાયો છે. આજ સમયે નીચલી સપાટી ૬૨,૯૪૬.૫૦ નોંધાઈ હતી. શુક્રવારે સેન્સેક્સ ૬૨,૯૭૯.૩૭ ઉપર બંધ થયો હતો. સેન્સેક્સની ૫૨ સપ્તાહની ઉપલી સપાટી ૬૩,૬૦૧.૭૧ જયારે નીચલી સપાટી ૫૨,૦૯૪.૨૫ છે. સ્ટોકમાં અનેક મોટા સોદા થયા બાદ ૐઝ્રઝ્રના શેરમાં એક સપ્તાહમાં ૧૭ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. કુલ ૪.૫ કરોડ શેર અથવા કુલ ઇક્વિટીના ૩.૩ ટકાએ નવ બ્લોક ડીલ હતી. આ સ્ટોક આજે પણ તેજી દર્શાવી રહ્યોછે . સવારે ૯.૩૪ વાગે શેરની સ્થિતિ આ મુજબ હતી. મઝાગોન ડોકનું માર્કેટ કેપ રૂ. ૨૫,૦૦૦ કરોડને પાર પહોંચ્યું છે. આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ જહાજ નિર્માણ કંપની બની છે. કંપનીના સારા સમાચારે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે કંપનીના શેર આજે ૧,૨૨૯.૪૦ ની ઉપલી સપાટીએ જાેવા મળ્યા હતા.