મુંબઈ
ફિલ્મ અને વેબ સિરીઝના પ્રેમીઓ માટે આ વર્ષની શરૂઆત જબરદસ્ત રહી છે. હવે ભલે સિનેમાઘરો સંપૂર્ણ રીતે ખુલી ગયા હોય અને લગભગ તમામ મોટી ફિલ્મો સિનેમાઘરોમાં જ રિલીઝ થઈ રહી હોય. પરંતુ પ્રેક્ષકોમાં ર્ં્્ પ્લેટફોર્મ માટેનો પ્રેમ હજી ઓછો થયો નથી અને લાગે છે કે, તે સદંતર રહેશે. જાેકે, બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ પણ આ સારી રીતે જાણે છે. તેથી જ હવે થિયેટર રિલીઝ થયા પછી તમામ મૂવીઝ ર્ં્્ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. તેથી જાે, તમે થિયેટરોમાં જવાની મહેનત કરવા માંગતા નથી, તો કોઈ વાંધો નથી, ર્ં્્ પ્લેટફોર્મ પર તમારા મનોરંજન માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. આ અઠવાડિયે ઘણી ફિલ્મો ર્ં્્ પર રિલીઝ થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કે, તમે આ ફિલ્મો અને વેબ સિરીઝ ક્યારે અને ક્યાં જાેઈ શકો છો.. સૌપ્રથમ છે રોકેટ બોયઝ ૨… વાસ્તવિક ઘટના પર આધારિત સીરિઝ ‘રોકેટ બોયઝ ૨’ ૧૬ માર્ચથી સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે. જીમ સરભ, ઈશ્વાક સિંઘ જેવા દિગ્ગજ કલાકારોને દર્શાવતી આ શ્રેણીની પ્રથમ સીઝન દર્શકોને પસંદ પડી હતી. આ શોની સ્ટોરી લાઇન અને કલાકારોનો અભિનય બંને પ્રશંસનીય હતા. ત્યાર બાદ કુત્તે… અર્જુન કપૂર, રાધિકા મદન અને તબુ સ્ટારર ફિલ્મ ‘કુત્તે’ પણ ર્ં્્ પર દસ્તક આપી રહી છે. આસમાન ભારદ્વાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૬ માર્ચથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. ત્યાર બાદ ફિલ્મ પોપ કોણ?.. સતીશ કૌશિકના અવસાન બાદ આ અભિનેતાની વેબ સિરીઝ આવતીકાલે એટલે કે, ૧૭ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. ડિઝની પ્લસ હોટસ્ટારની આ કોમેડી સિરીઝમાં સતીશ કૌશિક સાથે બોલિવૂડના ઘણા દિગ્ગજ કોમેડિયન પણ જાેવા મળશે. આ સિરીઝમાં કુણાલ ખેમુની સાથે રાજપાલ યાદવ, ચંકી પાંડે અને સૌરભ શુક્લા પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. ત્યાર બાદ કોટ આઉટ – ગુનો. ભ્રષ્ટાચાર, ક્રિકેટ?… મેચ ફિક્સિંગ પર આધારિત આ નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી ૧૭ માર્ચે રિલીઝ થશે. આ ડોક્યુમેન્ટ્રીમાં ક્રિકેટ જગત સાથે જાેડાયેલ કાળું સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને છેલ્લે ધ મેજિશિયન્સ એલિફન્ટ… ‘ધ મેજિશિયન્સ એલિફન્ટ’ નેટફ્લિક્સ પર ૧૭ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. તમે પરિવાર સાથે આ ફિલ્મની મજા માણી શકો છો. એટલે ર્ં્્ પર માત્ર તમને ીહંીિંટ્ઠૈહદ્બીહં, ીહંીિંટ્ઠૈહદ્બીહં, અને ીહંીિંટ્ઠૈહદ્બીહં,જ મળશે.


