Maharashtra

રણબીરનો લૂંગી-પેન્ટની અને બ્લેઝર સાથેનો લુક જાેઇને લોકોએ મજાક ઉડાવી

મુંબઈ
ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એફડીસીઆઇ) દ્રારા આયોજિત ઇન્ડિયા કોચર વીકમાં કુણાલ રાવલ માટે શોસ્ટોપરના રૂપમાં રેમ્પ પર ચાલીને દરેક લોકોને ધ્યાન ખેંચ્યુ હતુ. આ લુકમાં રણબીર અલગ જ લાગી રહ્યો છે. રણબીરને આ લુકમાં જાેઇને બધાની બોલતી બંધ થઇ ગઇ હતી. જબરજસ્ત લુક અને દમદાર અભિનવથી ફેન્સને સરપ્રાઇઝ આપવાનો કોઇ મોકો છોડ્યો નથી. કાર્યક્રમની શરૂઆત ફેશન ડિઝાઇનર કુણાલ રાવલ દ્રારા જાેરદાર કલેક્શન ધૂપ છાવના પ્રેઝન્ટેશનની સાથે થઇ હતી. રણબીર કપૂર શોસ્ટોપરના રૂપમાં આ કાર્યક્રમમાં શામિલ થયા અને બહુ મસ્ત સ્ટાઇલની સાથે રેમ્પ વોક કર્યુ. રણબીર કપૂરે લૂંગી સ્ટાઇલ પેન્ટની સાથે બ્લેઝર પહેર્યુ હતુ. જાે કે આ આઉટફિટ્‌સે દરેક લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. કેટલાક લોકોએ આ સ્ટાઇલ પસંદ પડી તો કેટલાક લોકોએ સોશિયલ મિડીયામા ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. સ્ટાઇલસ અંદાજમાં રણબીર કપૂર જ્યારે વોક કરતો હતો ત્યારે ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો. રણબીરે ડાર્ક બ્લૂ કલરની બંદગલા એમ્બેલિશ્ડ જેકેટ પહેરીને રોયલ વાઇબ્સથી બ્લેન્ડ પેન્ટની સાથે પેયર કર્યુ હતુ જેમાં એક બાજુ લુંગી ડિટેલિંગ હતી. હેર સ્ટાઇલ અને શાઇન શૂઝથી રણબીર પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. આ શુઝ અને હેર સ્ટાઇલમાં રણબીર સુપર હેન્ડસમ લાગી રહ્યો હતો. જાે કે આ તસવીરો જાેઇને ટ્રોલ્સ ગુસ્સે પણ થયા હતા. એક્ટરે ફેન્સના લુકના વખાણ કર્યા છે. જ્યારે સોશિયલ મિડીયા યુઝર્સના એક વર્ગે રણબીરના લુક પર કટાક્ષ કરતા જાેવા મળ્યા છે. એક યુઝર્સે તો રણબીરની તસવીરો પર કમેન્ટ કરતા લખ્યુ છે કે..આનાથી સારી તો ઉર્ફી જાવેદની ડિઝાઇનર છે. જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ છે કે તમે કપૂર ભાઇ છો, સિંહ નહીં. અન્ય એક યુઝર્સે લખ્યુ છે કે કસમથી બકવાસ, એટલે કંઇ પણ. ટ્રોલ્સ આ રીતે સતત મેસેજ કરી રહ્યા છે. આમ, વાત કરવામાં આવે તો બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *