Maharashtra

રીયા ચક્રવર્તીને બિઝનેસમેન નિખિલ કામત સાથે પ્રેમ, ડેટિંગ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાયું

મુંબઈ
બોલિવૂડના બદનસીબ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીના જીવનમાં ફરી પ્રણયના અંકુર ફૂટ્યા છે. સુશાંતના ઓચિંતા નિધન બાદ રીયા મહિનાઓ સુધી ચર્ચામાં રહી હતી. રીયાના જીવનમાં ફરી પ્રેમનું આગમન થયું છે. રીયા અને બિઝનેસમેન નિખિલ કામત ડેટિંગ કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ મામલે રીયા કે નિખિલ તરફથી હજુ કોઈ કોમેન્ટ આવી નથી. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, રીયા અને નિખિલ કામત એકબીજાને ભરપૂર સમય આપી રહ્યા છે. નિખિલ કામત એક બિઝનેસમેન છે. શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવતી કંપની જેરોધાના તેઓ કો-ફાઉન્ડર છે. રીયા સાથે ડેટિંગ પહેલાં નિખિલ કામત અને માનુષી છિલ્લરનું અફેર હતું. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી બોલિવૂડમાં કરિયર બનાવવા ધ્યાન આપી રહી છે, જ્યારે ઘણાં પ્રયાસ છતાં રીયાનિ કરિયર સેટ થતી નથી. રીયા ચક્રવર્તીનું નામ અગાઉ સેલિબ્રિટી મેનેજર બંટી સજદેહ સાથે પણ જાેડાયું હતું. સોહેલ ખાનની એક્સ વાઈફ સીમા સજદેહના ભાઈ બંટી સજદેહ સાથેની નિકટતા પણ ચર્ચામાં હતા. નિખિલની ઉંમર ૩૬ વર્ષની છે. ૨૦૧૯માં તેમણે ઈટાલીની અમાન્ડા પૂર્વાંકારા સાથે મેરેજ કર્યા હતા. જાે કે એક વર્ષમાં જ તેમના ડાઈવોર્સ થયા હતા. જેરોધાના કો-ફાઉન્ડરે પોતાની કરિયર કોલ સેન્ટરથી શરૂ કરી હતી. બાદમાં તેમણે જેરોધાનો પાયો નાંખ્યો અને આ કંપની બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *