Maharashtra

સામંથાએ બીમારીની સારવાર માટે ઉછીના નાણાં લીધા હોવાની અફવા વહેતી થઈ

મુંબઈ
સામંથા રૂથ પ્રભુએ લાંબા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. તન અને મનને વધારે ફિટ બનાવીને જ ફિલ્મોમાં પાછા ફરવાની સામંથાની ઈચ્છા છે. સામંથાને મિઓસિટિસ નામની બીમારી છે. આ બીમારીની સારવાર માટે સામંથા વિદેશમાં ગઈ છે. આ સારવાર અતિશય મોંઘ હોવાથી સામંથાએ લોકો પાસેથી ઉછીના નાણાં લીધા હોવાની અફવા વહેતી થઈ હતી. સામંથાએ આ પ્રકારની અફવાને રદિયો આપ્યો હતો. એક્ટિંગમાંથી બ્રેક લેવા છતાં સામંથા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સામંથાએ આ પ્રકારની અફવાનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર આપ્યો હતો. સામંથાએ કહ્યું હતું કે, તે પોતાની કાળજી રાખવા માટે સક્ષમ છે. વળી, મિઓસિટિસની સારવાર માટે રૂ.૨૫ કરોડના ખર્ચના રિપોર્ટ્‌સ પણ ખોટા છે. અફવામાં જણાવાયેલી રકમ કરતાં ઘણો ઓછો ખર્ચ સારવારમાં થયો છે. મને લાગે છે કે, આટલા વર્ષો મેં કામ કર્યું છે, તો તેની ચૂકવણી પથ્થરમાં નથી થઈ. મારી જાતની કાળજી લેવા હું સક્ષમ છું. મારી જેમ હજારો લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. તેથી તેની સારવારને લગતી કોઈ વાત કરતી વખતે જવાબદારીનું ભાન રાખવું જાેઈએ. સાંથાએ પોતાની સારવાર માટે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર પાસેથી નાણાં ઉછીના લીધા હોવાના રિપોર્ટ્‌સ એક ટીવી ચેનલમાં આવ્યા હતા. જેના પગલે સામંથા અકળાઈ હતી અને આ પ્રકારના રિપોર્ટ્‌સને ખોટા ગણાવ્યા હતા. સામંથાએ બ્રેક પર જતાં પહેલાં વરુણ ધવન સાથેની વેબ સિરીઝ સિટાડેલનું શૂટિંગ પૂરું કર્યું છે. હવે સામંથા તેના પ્રમોશનમાં પણ જાેવા મળે તેવી શક્યતા છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *