Maharashtra

‘જવાન’માં એક સોન્ગના શૂટિંગ માટે ફિલ્મના બજેટ જેટલો ખર્ચ

મુંબઈ
શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘પઠાણ’ને બોક્સઓફિસ પર રૂ.૧૦૦૦ કરોડથી વધુનું કલેક્શન મળતાં ‘જવાન’ માટે ઉત્સુકતા છવાયેલી છે. આ ફિલ્મ સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલાં પ્રમોશન માટે સતત નવી અપડેટ્‌સ બહાર આવી છે. ફિલ્મનો પ્રીવ્યૂ અને કેરેક્ટર પોસ્ટર શેર કર્યા બાદ મેકર્સે ફિલ્મનું પહેલું સોન્ગ રિલીઝ કરવા તૈયારી હાથ ધરી છે. ‘ઝિંદા બંદા’ ગીતને મોટા ઉત્સવની જેમ શૂટ કરવામાં આવ્યું છે અને તેના માટે એક ફિલ્મના બજેટ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. સંગીતકાર અનિરુદ્ધ રવિચંદ્રનું પહેલું ગીત ફિલ્મમાંઆવી રહ્યું છે અને તેને તૈયાર કરવામાં મેકર્સે રૂ.૧૫ કરોડ જેટલો ખર્ચ કર્યો હોવાનું કહેવાય છે. એક ગીત માટે જેટલો ખર્ચ થયો છે, તેમાં નાના બજેટની સારી ફિલ્મ તૈયાર થઈ શકે છે. ‘ઝિંદા બંદા’ને બોલિવૂડના સૌથી મોંઘા ગીતોની યાદીમાં સ્થાન મળવાનું નિશ્ચિત છે. સોર્સીસના જણાવ્યા મુજબ, ફિલ્મના ટ્રેકને મોટા ઉત્સવની જેમ તૈયાર કરાયો છે. ચેન્નાઈમાં આ ગીત માટે ભવ્ય સેટ બનાવાયો હતો અને પાંચ દિવસ શૂટિંગ ચાલ્યુ હતું. મુંબઈ ઉપરાંત ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈ જેવા શહેરોમાં ૧૦૦૦ કરતાં વધુ ડાન્સર્સને બોલાવવામાં આવ્યા હતા. અનિરુદ્ધે ગીતને કમ્પોઝ કરવાની સાથે પોતાનો અવાજ પણ આપ્યો છે, જ્યારે કોરિયોગ્રાફી શોબીની છે. ફિલ્મમાં સેંકડો યુવતીઓ સાથે શાહરૂખે ડાન્સ કર્યો છે.તેમાં પ્રિયામણી અથવા અન્ય સ્ટાર્સનો સેમિયો હોઈ શકે છે. શાહરૂખ ખાનની ‘જવાન’ના માધ્યમથી સાઉથના ડાયરેક્ટર એટલી બોલિવૂડમાં પહેલી ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર થલપતિ વિજય અને દીપિકા પાદુકોણનો કેમિયો છે. નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલહોત્રા, ગિરિજા ઓક, રિદ્ધિ ડોગરા, સુનિલ ગ્રોવર સહિત અનેક જાણીતા એક્ટર્સે ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *