Maharashtra

‘પરિણિતા’માં લીડ રોલ માટે પહેલી પસંદ વિદ્યા બાલન નહીં પણ ઐશ્વર્યા હતી

મુંબઈ
વિદ્યા બાલનની કરિયર પણ ફિલ્મી કહાની જેવી ઈન્ટ્રેસ્ટિંગ છે. વિદ્યા બાલનને પહેલી ફિલ્મ સાઉથના સુપર સ્ટાર મોહનલાલ સાથે ઓફર થઈ હતી. પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ વિદ્યાને ૧૨ ફિલ્મોની ઓફર મળી. જાે કે મોહનલાલ સાથેની આ ફિલ્મ અભેરાઈએ ચડી અને વિદ્યાને અન લકી ગણાવીને અન્ય મેકર્સે પણ તેને પોતાની ફિલ્મમાંથી હટાવી દીધી. વિદ્યા બાલનની કરિયરની ધમાકેદાર શરૂઆત પરિણીતાથી થઈ હતી.
પરિણિતાના પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરા હતા. તેમણે આ ફિલ્મ શરૂ કરવાનું વિચાર્યું ત્યારે સૌથી પહેલો વિચાર ઐશ્વર્યા રાય બચ્ચનનો આવ્યો હતો. આ ફિલ્મની હીરોઈનને બે પુરુષો પ્રેમ કરે છે અને તેથી મોટી એક્ટ્રેસ હોવી જાેઈએ, તેવું ચોપરા માનતા હતા. ફિલ્મના ડાયરેક્ટર પ્રદીપ સરકાર વિદ્યા બાલનને આ રોલ માટે પરફેક્ટ માનતા હતા.
જાે કે વિદ્યાની સીધી સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે થઈ રહી હોવાથી મૂંઝવણ વધી હતી. પ્રદીપ સરકારે વિદ્યા બાલનને વારંવાર ઓડિશન માટે બોલાવી. વિદ્યાએ ૬૦ વખત ઓડિશન્સ આપ્યા અને ત્યાર બાદ તેને આ ફિલ્મ ઓફર થઈ હતી. પરિણીતા રિલીઝ થયા બાદ વિદ્યાએ સપાટો બોલાવ્યો હતો. તે વર્ષે ડેબ્યુટન્ટના તમામ એવોર્ડ વિદ્યાએ મેળવ્યા હતા. આ પ્રોજેક્ટ બાદ વિધુ વિનોદ ચોપરા અને વિદ્યાએ લગે રહો મુન્ના ભાઈ અને એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ જેવી ફિલ્મો સાથે કરી હતી.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *