Maharashtra

રક્ષાબંધન પર ફ્રીમાં જાેવા મળશે ફિલ્મ ગદર ૨

મુંબઈ
સની દેઓલની ફિલ્મ ગદર ૨ થિયેટર્સમાં સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે થોડા દિવસોમાં ૪૫૦ કરોડ રૂપિયા કરતાં વધુની જબરદસ્ત કમાણી કરી છે. જાેરદાર કમાણી કરવા છતાં, ફિલ્મના મેકર્સે રક્ષાબંધન ૨૦૨૩ના અવસર પર ફેન્સને મોટી ભેટ આપી છે. ફિલ્મના મેકર્સે ફેન્સ માટે ફ્રી ટિકિટનું એલાન કર્યુ છે. આવો જાણીએ શું છે આખીસ્કીમ. રક્ષાબંધન પહેલા ગદર ૨ની ટીમે ફેન્સ માટે ફ્રી ટિકિટ ઓફરની જાહેરાત કરી છે. ઝી સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર આ ઑફર વિશે જણાવ્યું કે દર્શકો ૨ ટિકિટ ખરીદે અને ૨ ટિકિટ ફ્રીમાં મેળવે. આ ઓફર આ અઠવાડિયા સુધી જ માન્ય રહેશે. લોકો તારા સકીના અને જીત પર એટલો પ્રેમ વરસાવી રહ્યા છે કે મેકર્સે ઓફરની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે આ વર્ષે ૩૦ ઓગસ્ટના રોજ આખા ભારતમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગદર ૨ના મેકર્સની આ ઓફરે આ તહેવારને વધુ ખાસ બનાવી દીધો છે. આ ઑફર માત્ર ૨૯ ઑગસ્ટ, ૨૦૨૩ થી ૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી જ માન્ય છે. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે આ ઓફર પછી ગદર ૨ થિયેટરોમાં તેના ત્રીજા અઠવાડિયામાં પણ રેકોર્ડ તોડી નાખશે. ગદર ૨ બોક્સ ઓફિસ પર જાેરદાર સફળતા મેળવી રહી છે. ૪૬૫ કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે જાેરદાર કમાણી સાથે અનેક મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. આ દરમિયાન સની દેઓલે રાજકારણ છોડીને એક્ટિંગ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી હતી.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *