Maharashtra

સોમવારે સપાટ સ્તરે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સમાં ઉછાળો

મુંબઈ
ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સામાન્ય રહ્યો. દિવસની શરૂઆત સુસ્ત રહ્યા બાદ અંતે સાધારણ વધારા સાથે બંધ રહ્યું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને ૨૮૮.૦૪ લાખ કરોડ થઈ છે, જે ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે ૨૮૬.૭૨ સંપત્તિ લાખ કરોડ હતી. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ૯૯૦૮ અંક વધીને ૬૨૭૨૪.૪૧ પોઇન્ટ અને નિફ્ટી ૩૮.૧ પોઇન્ટ વધીને ૧૮૬૦૧.૫૦ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. ૈં્‌ અને એનર્જી શેર્સમાં ખરીદી નીકળતાં બજાર લીલા નીશાનમાં બંધ થયું.નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ બીપીસીએલ, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ, એનટીપીસી અને અદાણી એન્ટરપ્રાઇઝિસ હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન, લાર્સન એન્ડ ટુબ્રો, સિપ્લા, મારુતિ સુઝુકી અને ટાઇટન કંપની લુઝર્સ હતા. સેક્ટરમાં કેપિટલ ગુડ્‌સમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટીમાં ૦.૫-૧ ટકાનો વધારો થયો હતો. મ્જીઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ૦.૫ ટકાનો વધારો થયો છે.આજના કારોબારમાં આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, કન્ઝ્‌યુમર ડ્યૂરેબલ્સ, ઈન્ફાસેક્ટર તેજી સાથે બંધ થયા. જ્યારે બેંકિંગ, ફાર્મા, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઘટાડો જાેવા મ્ળ્યો. આજના ટ્રેડમાં મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા. નિફ્ટીના ૫૦ શેર્સમાં ૩૩ શેરમાં તેજી અને ૧૭માં મંદી જાેવા મળી. જ્યારે સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૨૦ તેજી સાથે તો ૧૦ ઘટાડા સાથે બંધ થયા.આજના ટ્રેડમાં બજારમાં તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને ૨૮૮.૦૪ લાખ કરોડ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ૨૮૬.૭૨ લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં ૧.૩૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.આજે બીએસઈનો સેન્સેક્સ ૩૪.૩૫ પોઈન્ટના વધારા સાથે ૬૨,૬૫૯ના સ્તરે ખુલવામાં સફળ રહ્યો હતો. આ સિવાય દ્ગજીઈનો નિફ્ટી ૧૮,૫૯૫.૦૫ના સ્તરે ૩૧.૬૫ પોઈન્ટ વધારા સાથે શરૂઆત થઈ હતી. મ્ઁઝ્રન્, જીમ્ૈં લાઇફ ઇન્સ્યોરન્સ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને ૐડ્ઢહ્લઝ્ર લાઇફ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ડિવિસ લેબ્સ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક ટોપ લુઝર્સ હતા.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *