Maharashtra

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,650 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 33174.19 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,81,629 સોદાઓમાં કુલ રૂ.39,840.98 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,650.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.
33174.19 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 46,921 સોદાઓમાં રૂ.2,875.49 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,755ના
ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,844 અને નીચામાં રૂ.59,651 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં
રૂ.185 વધી રૂ.59,826ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.66 વધી રૂ.48,119
અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.5,976ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો
10 ગ્રામદીઠ રૂ.153 વધી રૂ.59,748ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,298ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.73,571 અને નીચામાં રૂ.73,179 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.446 વધી
રૂ.73,420 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.420 વધી રૂ.73,369 અને ચાંદી-માઈક્રો જૂન
કોન્ટ્રેક્ટ રૂ.412 વધી રૂ.73,355 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,477 સોદાઓમાં રૂ.1,297.06 કરોડના વેપાર થયા હતા.
તાંબુ જૂન વાયદો રૂ.721.10ના ભાવે ખૂલી, રૂ.9.75 વધી રૂ.728.80 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.60
વધી રૂ.204.05 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.3.55
વધી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.55 વધી
રૂ.204.25 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.183.15 જસત-મિની જૂન વાયદો રૂ.3.45 વધી રૂ.215.30
બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 63,722 સોદાઓમાં રૂ.2,458.16 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,575ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,649 અને
નીચામાં રૂ.5,549 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.72 વધી રૂ.5,641 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-
મિની જૂન વાયદો રૂ.68 વધી રૂ.5,641 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ
રૂ.188ના ભાવે ખૂલી, રૂ.5.30 વધી રૂ.191.60 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 5.3 વધી 191.7 બોલાઈ રહ્યો
હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.19.33 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો
સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,400 અને નીચામાં

રૂ.58,040 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.360 ઘટી રૂ.58,220ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.00 વધી રૂ.924.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,260.69 કરોડનાં
2,108.993 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,614.80 કરોડનાં 219.668 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,418.59 કરોડનાં 25,26,690 બેરલ તથા
નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,039.57 કરોડનાં 5,43,31,500 એમએમબીટીયૂ નાં કામ
થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.60.12 કરોડનાં 2,946
ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.51.87 કરોડનાં 2,835 ટન તાંબાના વાયદાઓમાં રૂ.851.59 કરોડનાં
11,725 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.333.48 કરોડનાં 15,549 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.10.69 કરોડનાં 1,824 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.64 કરોડનાં 93.24
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,179.847 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 790.201 ટન, તાંબાના વાયદાઓમાં 17,670.000 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,146 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,240 ટન તથા જસત અને જસત-મિનીમાં
25,505 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 29,76,150 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 6,39,37,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
24,000 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 296.64 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.16.75 કરોડનાં 207 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 576 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 16,170
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,200 અને નીચામાં 16,164 બોલાઈ, 36 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ વધી
16,195 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 33174.19 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 583.12 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 572.74 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 30286.56 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
1729.56 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 420.39 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.5,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.73ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.107.00 અને નીચામાં રૂ.61.50 ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28.90 વધી રૂ.102.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190.00
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.45 ખૂલી, ઉપરમાં રૂ.9.75 અને નીચામાં
રૂ.7.45 રહી, અંતે રૂ.2.25 વધી રૂ.9.15 થયો હતો.
સોનું જુલાઈ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.690ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.756.00 અને નીચામાં રૂ.685.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.49.50 વધી
રૂ.753.00 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.380.00 ખૂલી, ઊપરમાં રૂ.414.50 અને નીચામાં રૂ.347.00 રહી, અંતે રૂ.53.50 વધી રૂ.407.00 થયો હતો.
ચાંદી જૂન રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.850ના ભાવે ખૂલી, રૂ.204.00 વધી
રૂ.938.00 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,099ના
ભાવે ખૂલી, રૂ.228.00 વધી રૂ.1,223.50 થયો હતો. તાંબુ જૂન રૂ.700.00 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન

કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.22 વધી રૂ.29.55 જસત જૂન રૂ.220.00 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.48
વધી રૂ.2.00 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.5,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.93.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.112.00 અને નીચામાં રૂ.56.00 ના મથાળે
અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.37.30 ઘટી રૂ.59.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.190.00 સ્ટ્રાઈક
પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.00 ખૂલી, ઉપરમાં રૂ.9.10 અને નીચામાં રૂ.7.15 રહી,
અંતે રૂ.3.00 ઘટી રૂ.7.50 થયો હતો.
સોનું જુલાઈ રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.494ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.528.00 અને નીચામાં રૂ.460.00 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.68.00 ઘટી
રૂ.469.50 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.254.50 ખૂલી, ઊપરમાં રૂ.254.50 અને નીચામાં રૂ.211.00 રહી, અંતે રૂ.18.00 ઘટી રૂ.236.50 થયો હતો.
ચાંદી જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.769ના ભાવે ખૂલી, રૂ.127.50 ઘટી
રૂ.613.00 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.960ના ભાવે
ખૂલી, રૂ.158.50 ઘટી રૂ.844.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *