મુંબઈ
અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ગોડને વિવાદો વચ્ચે પણ બોક્સઓફિસ પર ઠીકઠાક સફળતા મળી છે. સેન્સર બોર્ડે ૨૭ કટ્સ અને ડાયલોગ્સમાં ફેરફાર કરાવ્યા બાદ રિલીઝ થયેલી આ ફિલ્મ એડલ્ટ સર્ટિફિકેટ સાથે રજૂ થઈ હતી. થીયેટરમાંથી આ ફિલ્મની વિદાય થવાની તૈયારી છે ત્યારે મેકર્સે ઓટીટી પર આગમનની તૈયારી શરૂ કરી છે. ફિલ્મના ડાયરેક્ટર અમિત રાયે જણાવ્યું હતું કે, દેશમાં સેક્સ એજ્યુકેશનનું મહત્ત્વ દર્શાવતી આ ફિલ્મ દરેક વ્યક્તિએ જાેવા જેવી હતી. ફિલ્મને ૧૨ વર્ષથી ઉપરના બાળકો જાેઈ શકે તે માટે ેં/છ સર્ટિફિકેટની માગણી થઈ હતી. જાે કે સેન્સર બોર્ડે એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું હતું. ફિલ્મને ટૂંક સમયમાં ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેમાં અનકટ વર્ઝન બતાવવામાં આવશે.

