મુંબઈ
વિકી કૌશલની આગામી ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું પહેલું સોન્ગ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વિકીએ લોકલ સિંગિંગ સ્ટાર ભજન કુમારનો રોલ કર્યો છે. યુ ટ્યૂબ પર રિલીઝની સાથે જ આ ગીતના શબ્દો લોકજીભે ચડી રહ્યા છે. ભક્તિ અને ટેકનોલોનું કોમ્બિનેશન કરતાં આ ગીતમાં વિકીનું સોન્ગ છે,”કન્હૈયા ટિ્વટર પૈ આ જા..”. ભજન કુમારના રોલમાં વિકી કૌશલને રજૂ કરવા માટે ફિલ્મના મેકર્સે મુંબઈ ખાતે એક ઈવેન્ટ રાખી હતી. જેમાં વિકીએ કન્હૈયા ટિ્વટર પે આ જા ગીત ગાયુ હતું. ફિલ્મમાં આ ગીતને નક્શ અઝીઝે અવાજ આપ્યો છે અને તેને પ્રીતમે કમ્પોઝ કર્યું છે. વિકીના ડાન્સને વિજય ગાંગુલીએ કોરિયોગ્રાફ કર્યો છે. સારા અલી ખાન સાથે વિકી કૌશલની ફિલ્મ ઝરા હટ કે ઝરા બચ કે બોક્સઓફિસ પર સારી ચાલી હતી. વિકીની આગામી ફિલ્મ ઝરા હટ કે ઝરા બચકેમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ લીડ રોલમાં છે. ૨૨મી સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તેનું પ્રોડક્શન યશરાજ ફિલ્મ્સે કર્યું છે. ફિલ્મમાં ભારતના એક સામાન્ય પરિવારની સ્ટોરી છે. ભજન કુમારના પરિવારના રમૂજી અને અટપટા કિસ્સાને ફિલ્મમાં રજૂ કરાયા ચે. વિકી અને માનુષી પહેલી વખત સાથે ફિલ્મ કરી રહ્યા છે. તેમની સાથે મનોજ પાહવા, કુમુદ મિશ્રા, સાદિયા સિદ્દિકી, અલકા અમીન, સૃષ્ટિ દિક્ષિત અને ભુવન અરોરા પણ મહત્ત્વના રોલમાં છે.