મુંબઈ
અજય દેવગને મુંબઇથી ‘ભોલા યાત્રા’ને લીલી ઝંડી આપી દીધી છે. અજય દેવગનનો ભોલા ટ્રક ભારતના ૯ શહેરોમાં રોડ ટ્રિપ પર જઇ રહ્યા છે જે મજેદાર ગતિવિધીઓ અને એન્ટરમેન્ટની સાથે બનાવી રહ્યો છે વન સ્ટોપ ભોલા હબ! અજય દેવગનની એક્શન એડવેન્ચર ફિલ્મ ભોલાના ટ્રેલરે દેશમાં તોફાન મચાવી દીધુ છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટૂ નથી. જબરજસ્ત એક્શન દ્રશ્યોની સાથે એડ્રેનોલાઇન-પમ્પિંગ ટીઝરને દેખાડતા, ટ્રેલરે ભોલાની યાત્રાનો જાેરદાર અંદાજાે આપી દીધો છે. મેકર્સે આ વિશે ખાસ ભોલા યાત્રાની ઘોષણા કરીને એ વાત સુનિશ્ચિત કરવા માટે એક અનોખા આઇડિયા શેર કર્યો છે જેમાં ભોલાની દુનિયા દરેક લોકો પાસે પહોંચી જાય. ભોલાના ટ્રેકને દરેક વસ્તુઓ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનાવવા માટે પૂરા ભારતમાં ૯ શહેરોની યાત્રા પર મોકલી રહ્યા છે. શામેલ શહેરોમાં થાણા, સૂરત, અમદાવાદ, ઉદેયપુર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી, કાનપૂર અને લખનઉ સામેલ છે. ભોલાના ટ્રકને દરેક શહેરમાં પ્રસિદ્ધ જગ્યા પર રાખવામાં આવશે અને સાથે શહેરોના લોકો માટે એક મસ્તી ભરી શામનુ આયોજન કરવામાં આવશે. ભોલાનું ટ્રેલર જુઓ, અનેક ગતિવિધીઓમાં ભાગ લો અને સાથે ભોલાની પ્રોડક્ટ્સ પણ જીતી શકો છો. ભોલા ટ્રકને ૧૧ માર્ચના રોજ મુંબઇથી અજય દેવગને એક પ્રોગ્રામમાં લીલી ઝંડી આપીને રવાના કર્યો છે. આ માટે લોકોને ટ્રકની યાત્રામાં હિસ્સો બનવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા. ભોલા ૩૦ માર્ચ ૨૦૨૩ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ મહત્વનો રોલ છે.


